ભુજના કોમર્સ કોલેજ રોડને સુશોભિત કરવા નવા વીજપોલ નખાશે

ભુજ, તા. 24 : શહેરમાં અંધારા ઉલેચવા નવી રોડ લાઈટો નાખવા, બંધ લાઈટો ચાલુ કરવા તેમજ ભુજના પ્રવેશદ્વાર સમા કોલેજ રોડને નવા વીજપોલ નાખી સુશોભિત કરવા નિર્ણય લેવાયો હતો. આજે ભુજ સુધરાઈના લાઇટ શાખા ચેરમેન હનીફ માંજોઠીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં શહેરમાં રોડલાઇટને લગતા વિવિધ કામો હાથ ધરવા નક્કી કરાયું હતું. ખાસ કરીને ભુજના કોમર્સ કોલેજ રોડ પર નવા વિજપોલ ઊભા કરી આ માર્ગને આકર્ષિત બનાવવા નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરની તમામ બંધ લાઈટો ચાલુ કરવા તેમજ 11 વોર્ડના 44 નગરસેવકોને વિસ્તાર મુજબ લાઇટ પૂરી પાડવા પણ નક્કી કરાયું હતું. નવી લાઇટ માટે દરખાસ્ત મુકાઈ છે જે મંજૂર થયે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે તેવું હનીફભાઇ એ જણાવ્યું હતું. ભુજમાં અનેક સ્થળે લાઇટને નડતર રૂપ ઝાડની ડાળીઓ દૂર કરવા દર શનિવારે લાઈટ અને સેનીટેશન શાખા દ્વારા સંયુક્ત કામગીરી કરવા પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer