કચ્છના દિવ્યાંગોને ઈ-શ્રમ કાર્ડ યોજનાનો લાભ મળશે

ભુજ, તા. 24 : કચ્છના દિવ્યાંગોને ઈ-શ્રમ કાર્ડનો લાભ અપાવવા માટે અંધજન મંડળ કે.સી.આર.સી. ભુજ તથા નેશનલ એસોસીએશન ફોર ધ બ્લાઈન્ડ-કચ્છ શાખા અને દિવ્યાંગ અધિકાર મંચના સંયુક્ત ઉપક્રમે આ કામગીરી હાથ ધરવામાં આવી છે.કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત સરકારના ડેપ્યુટી ચીફ લેબર કમિશનર એસ.એસ. ચૌહાણ તથા સંજીવજી તથા એન.એ.બી.ના ટ્રસ્ટીઓ પ્રકાશભાઈ ગાંધી અને દીપકભાઈ શાહ, મનોજભાઈ તથા અંધજન મંડળ કે.સી.આર.સી.ના મેનેજર અરવિંદસિંહ ગોહિલ, દિવ્યાંગ અધિકાર મંચ કચ્છના પ્રમુખ માલશીભાઈ મહેશ્વરી અને દિવ્યાંગ ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા છૂટક મજૂરીકામ કરતા દિવ્યાંગ વ્યક્તિઓને ઈ-શ્રમ કાર્ડ કાઢી આપવામાં આવે છે. સરકારની કોઈ પણ રોજગારીને લગતી યોજનાનો લાભ દિવ્યાંગોને હવેથી ઈ-શ્રમ કાર્ડ દ્વારા મળશે. જે-તે વ્યક્તિ પાસે આ કાર્ડ હશે તેમને સરકાર તરફથી રૂપિયા બે લાખનો ઈન્સ્યોરન્સ ફ્રીમાં મળશે અને 60 વર્ષથી ઉપરના દિવ્યાંગોને મહિને 3000 પેન્શન મળવાપાત્ર થશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer