નવાગામ પાસેના પુલિયામાં ગાબડાંથી અકસ્માતની ભીતિ

નવી દુધઇ, તા. 22 : ભુજ-ભચાઉ હાઇવે પર નવાગામ પુલ પર મોટું ગાબડું પડતાં મોટા અકસ્માતની ભીતિ વ્યક્ત કરાઇ રહી છે. તાત્કાલિક ધોરણે આ માર્ગ પર સમારકામ હાથ ધરાય તેવી સ્થાનિકો માગણી કરી રહ્યા છે.નવો પુલ બંધ હોતાં જૂના પુલિયા પર વાહનો પસાર થતા હોવાથી જૂના પુલ પર મેટા ખાડા પડી ગયા છે જ્યારે ભારેખમ વાહનો પસાર થાય ત્યારે આખો પુલિયો ધ્રુજારી મારે છે. પુલિયો ગમે ત્યારે ધબાય નમ: થઇ શકે તેવી ભીતિ વ્યક્ત કરી આ પુલ સાથે ભચાઉ-ભુજ સ્ટેટ હાઇવેનું કામ તાત્કાલિક પૂરું કરવાની માગણી કરાઇ રહી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer