પૂર્વ કચ્છના વધુ એક બુટલેગરની પાસા તળે ધરપકડ કરતી પોલીસ

પૂર્વ કચ્છના વધુ એક બુટલેગરની પાસા તળે ધરપકડ કરતી પોલીસ
ગાંધીધામ, તા. 22 : અહીંની એલ.સી.બી.એ વાગડ પંથકના બે બુટલેગરની પાસા તળે ધરપકડ કર્યા બાદ વધુ એક શખ્સની પાસામાં અટક કરાતાં આવાં તત્ત્વોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. વાગડ પંથકના મહેન્દ્ર ઉર્ફે મેંદિયો જીવણ કોળી, અરવિંદ માદેવા દેસાઇ વિરુદ્ધ પોલીસે પાસાનું શત્ર ઉગામ્યા બાદ વધુ એક શખ્સની આ કાયદા તળે ધરપકડ કરાતાં આવાં તત્ત્વોમાં સોપો પડી ગયો હતો. અંતરજાળના રાજનગરમાં રહેતા રવિરાજસિંહ મહિપતસિંહ જાડેજા નામના શખ્સ વિરુદ્ધ છેલ્લાં એક વર્ષમાં પાંચ ગુના નોંધાયેલા છે. આ શખ્સ વિરુદ્ધ આદિપુરમાં ચાર અને અંજાર પોલીસ મથકે એક એમ પાંચ ગુના ચોપડે ચડયા છે. દારૂની બદીને અટકાવવા તથા આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં તત્ત્વો વિરુદ્ધ પગલાં લેવા ઉપરી અધિકારીઓની સૂચના બાદ એલ.સી.બી.એ આ શખ્સના કાગળિયા તૈવાર કર્યા હતા અને બાદમાં જિલ્લા કલેક્ટર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી, ત્યાંથી દરખાસ્ત મંજૂર થતાં આ શખ્સ રવિરાજસિંહની પાસા તળે ધરપકડ કરવામાં આવી હતી. આ બુટલેગરને ભાવનગરની જિલ્લા જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer