અંજારનાં વિવિધ વેપારી સંગઠનોને કચરાનાં વર્ગીકરણ માટે માહિતી અપાઈ

અંજારનાં વિવિધ વેપારી સંગઠનોને કચરાનાં વર્ગીકરણ માટે માહિતી અપાઈ
અંજાર, તા. 22 : ક્લિન ઈન્ડિયા અંતર્ગત અહીં સ્વચ્છતા ડ્રાઈવ તેમજ કચરા વર્ગીકરણની વિવિધ વેપારી સંગઠનોને માહિતી અપાઈ હતી.અંજાર નગરપાલિકા દ્વારા તા. 1 ઓકટોબરથી વિવિધ કાર્યક્રમો જિલ્લા કલેકટરની સુચનાથી યોજાઈ રહ્યા છે. નગરપાલિકાના પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ, ઉપપ્રમુખ બહાદુરસિંહ જાડેજા, શાસકપક્ષના નેતા સુરેશભાઈ ટાંક, દંડક વિનોદભાઈ ચોટારા, ચીફ ઓફિસર જીગરભાઈ પટેલની સૂચના અને ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ ખીમજીભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ સેની. ઈન્સ્પેકટર તેજપાલભાઈ લોચાણી, સુરેશભાઈ છાયા, દેવેનભાઈ વ્યાસ, વિનોદભાઈ શામળીયા, વિજયભાઈ આયડીએ વેપારી સંગઠનોની રૂબરૂ મુલાકાત લીધી હતી. કર્મચારીઓ દ્વારા ચાલી રહેલી આ કામગીરી દરમ્યાન ચેરમેન વિજયભાઈ પલણ પણ જોડાયા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer