કચ્છના તમામ ગામોમાં બામસેફનું જનજાગૃતિનું કાર્ય નિરંતર રહેશે

અંજાર, તા. 22 : અંજાર ગુર્જર મેઘવાળ સમાજવાડી ખાતે બામસેફ દ્વારા પૂર્વ કચ્છ જિલ્લાના એક દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં ભારત મુક્તિ મોરચાના રાષ્ટ્રીય મહાસચિવ પ્રો. વિલાસ ખેરાતે બહુજન મહાપુરુષોના આંદોલનને આગળ વધારવા તેમજ લોકોને પોતાના હક્ક અધિકાર પ્રત્યે જાગૃત કરવા સહિતની ઐતિહાસિક માહિતી આપી હતી સાથે બામસેફના ઉદ્દેશ્ય તેમજ કાર્યપદ્ધતિ વિશે જણાવ્યું હતું. હાલે કચ્છ જિલ્લામાં અમુક જાતિવાદી માનસિકતા ધરાવતા સંગઠનો દ્વારા કચ્છને બામસેફ મુક્ત કરવાની વાત કરાઇ રહી છે. એમને બામસેફ દ્વારા સીધો પડકાર છે.બામસેફની બહુજનવાદી વિચારધારાને કચ્છના ગામેગામ સુધી પહોંચાડી વધુમાં વધુ કાર્યકરોનું નિર્માણ કરી મજબૂત યુનિટ ઊભું કરવામાં આવશે. છેલ્લા 40 વર્ષથી સતત સમાજ જાગૃતિનું અભિયાન ચલાવી રહ્યું છે. બામસેફનું કાર્ય જનજાગૃતિનું છે એ નિરંતર ચાલુ રહેશે. ઉદ્ઘાટા મીનાક્ષીદેવી દેવજીભાઇ મહેશ્વરી રહ્યા હતા. રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર તેમજ મુંદરા તાલુકાના કાર્યકરોએ ભાગ લીધો હતો તેવું અશોકભાઇ રાઠોડની યાદીમાં જણાવાયું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer