દત્ત શિખર સંગીતના સૂરોથી ગુંજી ઊઠયું

દત્ત શિખર સંગીતના સૂરોથી ગુંજી ઊઠયું
ખાવડા (તા. ભુજ), તા. 21 : કાળા ડુંગરે દત્ત શિખરનું પર્વતીય સ્થળ શરદ પૂનમે સંગીતના સૂરોથી ગુંજી ઊઠયું હતું.છઠ્ઠા શરદોત્સવ નિમિત્તે દત્ત મંદિર વિકાસ સમિતિ પ્રેરિત યુવક મંડળના આયોજન અને ફ્રેન્ડ ગ્રુપના પ્રાયોજક  હર્ષ કોટક અને  સાથીઓના સહયોગથી યોજાયેલા રાસોત્સવના પ્રારંભે મહેમાનો દ્વારા દીપ પ્રાગટય બાદ સમિતિ પ્રમુખ હીરાલાલ રાજદેએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. રા. સ્વયં સંઘના પ્રાંત સેવા પ્રમુખ નારાણભાઇ વેલાણીએ વડીલોના માર્ગદર્શન સાથે યુવાનોની કામગીરી સરાહનીય છે, આંખ સાથે પાંખની કામગીરી દીપી ઊઠે છે તેમ કહ્યું હતું. સીમા જનકલ્યાણ સમિતિના પ્રાંત ઉપપ્રમુખ હિંમતસિંહ વસણએ અહીં ઊજવાતા તમામ પ્રસંગોથી સીમા પર ચહલપહલ વધે છે અને ભારતીય સંસ્કૃતિ બળવત્તર બને છે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે ભુજ નગરપાલિકાના ચેરમેન જગત (જલધિ) વ્યાસે સરહદ પર અહીં સમિતિની સક્રિયતા અને યુવાનોના સહયોગને બિરદાવતાં મંદિર નવીનીકરણના કામ માટે મુખ્યાજી  સ્વ. ચંદ્રિકાબેન  પ્રભુલાલ વ્યાસ  હ. જગતભાઇ  તરફથી  1,11,111ના દાનની જાહેરાતને ઉપસ્થિતોએ વધાવી હતી.આ ઉપરાંત મંદિર નવીનીકરણ માટે 1,51,000 તુષારભાઇ દાવડા મુંબઇ તેમજ સ્વ. ભચ્ચાભાઇ  લખમશીં ભીંડે હ. શિવજીભાઇ, પંકજભાઇ હંસરાજભાઇ પડાણા, યોગેશભાઇ દાવડા (દાવડા શિખંડ), શાન્તિલાલ ભોજરાજ દાવડા દરેકના 1,11,111, બાલકૃષ્ણ લધારામભાઇ ઠક્કર, રતનશીં જીવરાજ રાયકુંડલ હ. શાન્તિલાલ, ભાણજી દેવજી કકડ હ. રામલાલ, તુલસીદાસ શંભુલાલ કેસરિયા, પીતાંબર માવજીભાઇ અને ડો. મહેન્દ્રભાઇ પટેલ દરેકના 51,000, જગદીશ દાવડા, પારૂમલ લધારામભાઇ હ. હરજીવન, મહેન્દ્ર પ્રેમજી મજેઠિયા, મોરારજી સુરજી દાવડા, વસંતલાલ મૂલજી દાવડા દરેક ના 11000મળી કુલ્લ 11,80,000જેટલા દાનની જાહેરાત થઇ હતી.દર પૂનમના અહીં એકાદ કાર્યક્રમ યોજાય છે તેના પ્રણેતા દિલીપભાઇ દેશમુખને યાદ કરી તેમના દ્વારા ચાલી રહેલા અંગદાન અભિયાન અંતર્ગત અંગદાનના બેનર સહિત તે વિશે માહિતી આપતાં ચોપાનિયા વહેંચીને કાર્યક્રમ અંગદાન દાતાઓ અને તે ક્ષેત્રે કામ કરી રહેલા કાર્યકરોને સમર્પિત કરાયો હતો.સ્પર્ધાત્મક  રાસના  વિજેતાઓ ઇવાંશી  ભૂપેન  દાવડા, અશ્રવિ ધર્મેશ દાવડા, ભક્તિ ગણાત્રા, કરણ  કાન્તિલાલ કકડ, જેની  પરેશભાઇ  સોતા, આર્યા   મિતેશ ભીંડેને ઇનામો  અપાયાં  હતાં. અખિલેશભાઇ અંતાણી, ખાવડા પી.એસ.આઇ. શ્રી સોઢા, રામજીભાઇ વેલાણી, સમિતિના ખીમજીભાઇ કોટક, ધીરેન્દ્ર તન્ના, પરેશભાઇ  ઠક્કર, પ્રાણલાલ ઠક્કર, જમનાદાસ દાવડા, વિપુલ તન્ના, રામલાલ કકડ વિ. ઉપસ્થિત રહ્યા હતા. યુવક મંડળના અનિરુદ્ધ રાજદે, હિતેશ બળિયા, કનૈયાલાલ  સોતા, જિગર  તન્ના, હિરેન મજેઠિયા, મિલન દાવડા અને રાજેશ તન્નાએ સહયોગ આપ્યો હતો. સંચાલન પંકજ રાજદે અને આભારદર્શન વિશાલ દાવડાએ કર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer