ડેનમાર્ક ઓપનમાં સિંધુ કવાર્ટર ફાઇનલમાં

ઓડેન્સે (ડેનમાર્ક), તા.21: સ્ટાર ભારતીય શટલર પીવી સિંધુ સંઘર્ષ બાદ ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે. આજે રમાયેલા બીજા રાઉન્ડના મેચમાં સિંઘુએ થાઇલેન્ડની ખેલાડી બુસાનન ઓંગામરુગફાનને રસાકસી બાદ 21-16, 21-21 અને 21-1પથી હાર આપીને કવાર્ટરમાં આગેકૂચ કરી હતી. ચોથા ક્રમની સિંધુને આ મુકાબલો જીતવા માટે 67 મિનિટનો સમય લેવો પડયો હતો. કવાર્ટરમાં તેણીની ટક્કર સાઉથ કોરિયાની પાંચમા ક્રમની ખેલાડી એન સે યેગ સામે થશે. ઓગસ્ટમાં ટોકયો ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીત્યા બાદ સિંધુની આ પહેલી ટૂર્નામેન્ટ છે.પુરુષ વિભાગના બીજા રાઉન્ડમાં ભારતના અનુભવી ખેલાડી કિદાંબી શ્રીકાંતની હાર સાથે સફર સમાપ્ત થઇ છે.જાપાનના ટોપ સીડ ખેલાડી કેંતો મોમોટાએ શ્રીકાંતને 23-21 અને 21-9થી હાર આપી હતી. અગાઉ ભારતના યુવા ખેલાડી લક્ષ્ય સેને હમવતન ખેલાડી સૌરભ શર્માને હરાવીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. જ્યારે સાઇના નેહવાલ પહેલા રાઉન્ડમાં જ હારીને બહાર થઇ હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer