આઇપીએલમાં માંચેસ્ટર યુનાઇટેડની ટીમ ?

મુંબઇ, તા.21: દુનિયાની સૌથી લોકપ્રિય અને મોટી ફૂટબોલ કલબ પૈકીની એક માંચેસ્ટર યૂનાઇટેડે વિશ્વ ક્રિકેટની સૌથી લોકપ્રિય અને મોટી ટી-20 લીગ આઇપીએલમાં ટીમ ખરીદવામાં રસ દાખવ્યો છે. આઇપીએલની આવતી સિઝનમાં બે ટીમનો ઉમેરો થવાનો છે અને ટૂંક સમયમાં તેની હરાજી પણ થશે. ગ્લેજર પરિવાર પાસે માંચેસ્ટર યૂનાઇટેડ સહિત દુનિયાની બીજી એક સ્પોર્ટસ ફ્રેંચાઇઝી છે. તેઓ આઇપીએલની એક ટીમ ખરીદવા માટે બીસીસીઆઇના સંપર્કમાં હોવાના અહેવાલ છે. તેમણે નવી ફ્રેંચાઇઝી ખરીદવા માટે જરૂરી તમામ દસ્તાવેજ મંગાવ્યા છે. જો કે તેમની બોલી સફળ રહેશે તો તેમણે ભારતમાં એક કંપની ખોલવી પડશે. આઇપીએલની બે નવી ટીમ ખરીદવા માટે હાલ અદાણી ગ્રુપ, ટોરેન્ટ ફાર્મા, અરબિંદો ફાર્મા, આરપી-સંજીવ ગોયનકા ગ્રુપ, હિન્દુસ્તાન ટાઇમ્સ મીડિયા, જિંદાલ સ્ટીલ, રોની ક્રૂવાલા અને ત્રણ અન્ય ઉદ્યોગપતિ રેસમાં હોવાના અહેવાલ છે. બીસીસીઆઇ આ માટે ઓનલાઇન ટેન્ડર મંગાવ્યા છે. રિપોર્ટ અનુસાર એક ટીમની ઓછામાં ઓછી ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધુની બોલી લાગશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer