નલિયા સામૂહિક દુષ્કર્મના તમામ આરોપીને પોલીસ રક્ષણ આપવા હુકમ

ભુજ, તા. 21 : કચ્છ સહિત સમગ્ર રાજય અને દેશમાં જે તે સમયે ભારે ગાજેલા નલિયા સામુહિક દૂષ્કર્મ કેસના તમામ આરોપીને પોલીસ રક્ષણ આપવા તથા આ સાક્ષીઓના હાલચાલનો અહેવાલ દર પંદર દિવસે આપવા જિલ્લા અદાલતે જિલ્લા પોલીસ અધિક્ષકને આદેશ કર્યો હતો.પુરાવા રજુ કરવાના મહત્વના તબકકે પહોંચેલા આ કેસમાં જુબાની માટે બોલાવાયેલા છ સાક્ષી પૈકીના ત્રણ જણ તેમને સમન્સ મળી ગયા પછીયે અદાલત સમક્ષ હાજર રહયા ન હોવાના અને તેમના મોબાઇલ ફોન સ્વીચઓફ મળવાના ઘટનાક્રમ બાદ અત્રેના અધિક સેશન્સ જજ પી.એસ. ગઢવીએ આ આદેશ કર્યો હતો.વર્ષ 2017ના આ કેસની ગંભીરતા અને મહત્વતા તથા મહત્વના સાક્ષી ગેરહાજર રહેવાને કેન્દ્રમાં રાખીને પ્રકરણના તમામ સાક્ષીઓને પોલીસ રક્ષણ પુરૂં પાડે તથા આ સાક્ષીઓના હાલચાલ બાબતનો અહેવાલ દર પંદર દિવસે બીજો હુકમ આ સબંધી ન થાય ત્યાં સુધી આપવા ન્યાયાધીશે એસ.પી.ને હુકમ કર્યો હતો. આ સુનાવણીમાં આ કેસ માટે ખાસ નિયુકત સરકારી વકીલની અવેજીમાં અધિક જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા હાજર રહયા હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer