પૂર્વ કચ્છમાં ખનિજચોરી કરતાં તત્ત્વો સામે પોલીસની તવાઈ જારી

રાપર, તા. 21 : પુર્વ કચ્છમાં ખનીજ ચોરી અટકાવવા પુર્વ કચ્છ પોલીસ દ્વારા હાલ સતત કાર્યવાહી કરાય છે અગાઉ આડેસર અને લાકડીયા પોલીસ મથકની હદમાંથી  વાહનો પકડી પાડયા બાદ આજે  રાપર અને ભચાઉ પોલીસ મથકની હદમાંથી ગેરકાયદે રેતીનું વહન કરતા પાંચ ડમ્પર અને મશીન કબ્જે કરવામાં આવ્યા છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગેરકાયદે ખનીજ ચોરી અટકાવવા માટે પુર્વ કચ્છ સ્થાનિક ગુનાશોધક શાખાની ટુકડીએ વોચ ગોઠવી હતી. બાતમી મુજબ રાપર પોલીસ સ્ટેશનની હદમાંથી જી.જે.12.બી. ડબલ્યુ. 9155, જી.જે. 36.ટી. 8044 અને જી.જે.36.ટી. 8017 નંબરના ત્રણ ડમ્પર અને ભચાઉ પોલી મથકની હદમાંથી ચાલક અબ્બાસ હારૂનનોડેનું જી.જે.12.એ.વાય. 2664 નંબરનું અને ચાલક ભાવેશ નારણ કોલીનું જી.જે.3.એકસ. 6116 નંબરનું ડમ્પર પોલીસે કબ્જે કર્યું હતેં.આ ઉપરાંત ચાલક જયીસંગ સુરસીંગરાઠોડનું હીટાચી મશીન પણ કબ્જે કરાયું હતું. ભચાઉથી પકડાયેલા બે ડમ્પરોમાં ક્ષમતા કરતા વધુ ચાઈના કલે ભરેલો હતો. પોલીસે 43.21 ટન માટી સાથેના વાહન કબ્જે કર્યા હતાં. જયારે રાપર પાસે ત્રણ વાહનોમાં ક્ષમતા કરતા વધુ માટીનો જથ્થો ભરેલો હતો. આ કાર્યવાહીમાં એલ.સી.બી. પી.એસ.આઈ કે.એન.સોલંકી તેમજ સ્ટાફ જોડાયો હતો.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer