ભુજમાં ઉતારુ બાબતે બે રિક્ષાવાળા બાખડયા : બન્ને જણ બન્યા જખ્મી

ભુજ, તા. 21 : શહેરમાં વાણિયાવાડ નાકા સ્થિત રીક્ષા સ્ટેન્ડ ખાતે ઉતારૂ બેસાડવા મામલે બે રીક્ષાવાળા વચ્ચે મારામારી થતા બન્ને ઘવાયા હતા. તેમને સારવાર માટે જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ ગઇકાલે સાંજે આ મારામારી થઇ હતી. જેમાં હંગામી આવાસ ખાતે રહેતા રમજુ મામદ મુનશી (ઉ.વ. 30) અને મહેંદી કોલોની ખાતે રહેતા અનવર ફકીરમામદ સુમરા (ઉ.વ.57) જખ્મી થયા હતા. બન્ને જણે પ્રાથમિક કેફીયતમાં એકમેકના નામ પોલીસ સમક્ષ લખાવ્યા હતા. એ. ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer