બે એક્સ-રે મશીન સાથે જી.કે. જનરલના ઓપીડી વિભાગમાં નવી વ્યવસ્થા શરૂ

બે એક્સ-રે મશીન સાથે જી.કે. જનરલના ઓપીડી વિભાગમાં નવી વ્યવસ્થા શરૂ
ભુજ, તા. 21 : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં ઓ.પી.ડી.ના દર્દીઓની સુવિધા માટે ઓપીડીમાં જ એક્સ-રે થઈ જાય એ માટે મેનેજમેન્ટ દ્વારા રૂમ ન. 70 અને 71માં વ્યવસ્થા શરૂ કરાઇ છે. હોસ્પિટલમાં રોજ 400થી વધુ દર્દીઓ એક્સ-રે માટે આવતા હોવાથી નવા વિભાગમાં સી.આર. સિસ્ટમ સાથે બે નવા એક્સ-રે મશીન મુકાયા છે, જેમાં બે ટેક્નિશિયન રહેશે. દર્દીઓ માટે બેસવાની વ્યવસ્થા કરાઇ છે તેવું રેડિયોલોજી વિભાગના પ્રો. ડો. ભાવિન શાહ અને આ વિભાગના હેડ ડો. રજનીકાંત ચૌહાણે ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યુ હતું. ઉદ્ઘાટન મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લઇએ કરી જણાવ્યુ હતું કે, જી.કે.માં આવતા દર્દીઓને એક માળથી બીજા માળે જવાની તકલીફમાંથી છૂટકારો થશે. રેડિયોલોજી વિભાગના મેનેજર રવિકુમાર સહિત સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો. જી.કે.માં દાખલ થયેલા દર્દીઓ માટે રાબેતા મુજબ ગ્રાઉન્ડ ફ્લોરમાં  રૂ.મ. નં. 28માં 24 કલાક એક્સ-રેની સગવડ ઉપલબ્ધ રહેશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer