ભુજમાં માત્ર 30 સેકન્ડમાં પતરી પ્રસાદ મળતાં આશાપુરાનો જયઘોષ ગાજ્યો

ભુજમાં માત્ર 30 સેકન્ડમાં પતરી પ્રસાદ મળતાં આશાપુરાનો જયઘોષ ગાજ્યો
ભુજ, તા. 13 : માતાના મઢમાં કચ્છરાજ પરિવારના મુખ્યકર્તા મહારાણી પ્રીતિદેવીએ પતરી ઝીલી હતી તેમના હુકમ અનુસાર ભુજ આશાપુરા મંદિરમાં પતરી ઝીલવાની વિધિ રોહા ઠાકોર પરિવારના પુષ્પેન્દ્રસિંહએ કરાવી હતી. માત્ર 30 સેકન્ડમાં પતરી મળી જતાં ભાવિકોના આશાપુરા માતાજીના જયઘોષથી મંદિર સંકુલ ગાજી ઊઠયું હતું. તરત પતરી મળી જતાં કચ્છમાં શુકનવંતા વર્ષના એંધાણ મળતાં ખુશીનો માહોલ છવાયો હતો.આરંભ દરબારગઢ-ટીલામેડીમાં મોમાય માતાજીની પૂજા અને ચામર પૂજા કરાઈ હતી. બાદમાં ચામરયાત્રાએ મનવિલાસમાંથી પસાર થઈ આશાપુરા મંદિરે પ્રયાણ કર્યું હતું. આશાપુરા માતાજીના મંદિરે પૂજન અર્ચન કરાયા હતા. પૂજારી જનાર્દનભાઈ દવેની ઉપસ્થિતિમાં જયેશભાઈ ઓઝાએ વિધિ સંપન્ન કરાવી હતી. આ પ્રસંગે જે.જે. મેઘનાની, વિનોદભાઈ ભાવસાર, રાજુ પુરોહિત, અશ્વિનભાઈ ઠક્કર, દલપતભાઈ  દાણીધારિયા તથા પ્રાગમહેલનો સ્ટાફ હાજર રહ્યા હતા. વ્યવસ્થા રજનીકાંત જોશીએ કરી હતી. નૈવેદ્ય પ્રસાદનું વિતરણ મંદિરના આરતી ગ્રુપ દ્વારા કરાયું હતું. મોટા ક્રીન ઉપર લાઈવ દર્શનની વ્યવસ્થા ફોટોગ્રાફર હર્ષદ ચૌહાણ અને મયૂર ચૌહાણે સંભાળી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer