વલસાડની તસવીર સ્પર્ધામાં ગાંધીધામના તસવીરકાર અવ્વલ

વલસાડની તસવીર સ્પર્ધામાં ગાંધીધામના તસવીરકાર અવ્વલ
ગાંધીધામ, તા. 13 : વલસાડ ડાંગ જિલ્લાના વન વિભાગ ધ્વારા યોજીત ફોટોગ્રાફી હરીફાઈમાં ગાંધીધામના તસ્વીરકાર અવ્વલ ક્રમે આવ્યા હતા.વલસાડ જિલ્લામાં જંગલ વિભાગ ધ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ હતી. જેમાં વિવિધ કાર્યક્રમો તળે ફોટોગ્રાફી હરીફાઈ  યોજાઈ હતી. આ અંતર્ગત પશુ -પક્ષીઓની તસવીરોને પ્રદર્શનમાં મુકાઈ હતી.વલસાડના જિલ્લા કલેકટર ક્ષિપ્રા અગ્રેના હસ્તે ખુલ્લા મુકાયેલા આ પ્રદર્શનમાં જુદી-જુદા પાંચ વિભાગમાં 200  જેટલી તસ્વીરો રજૂ થઈ હતી. જેમાં ગાંધીધામના વાઈલ્ડ લાઈફ તસવીરકાર પ્રતીક વિનોદકુમાર જોષી મેમર્લ્સ વિભાગમાં પ્રથમ ક્રમે આવ્યા હતા.વિજેતાઓને રાજય સરકારના પૂર્વ મંત્રી રમણલાલ પાટકરના હસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. નોંધપાત્ર છે કે વિજેતા ગાંધીધામના તસવીરકારે અગાઉ પણ આ ક્ષેત્રમાં ઈનામ મેળવ્યા હોવાનું એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer