કપ્તાને કેએલ રાહુલ પંજાબનો સાથ છોડવાના મૂડમાં

નવીદિલ્હી, તા.13 : આઈપીએલ 2021માં પંજાબ કિંગ્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું અને તે પ્લેઓફમાં પણ પહોંચી શક્યું નહીં. જો કે ટીમના કેપ્ટન લોકેશ રાહુલે આખી ટુર્નામેન્ટમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યુ. રાહુલે 13 મેચમાં 62.60ની એવરેજથી 626 રન બનાવ્યા. જેમાં 6 અડધી સદીનો સમાવેશ થાય છે. 29 વર્ષના રાહુલે 2018માં પંજાબની ટીમ જોઈન કરી હતી અને ત્યારથી તે દરેક સિઝનમાં સારુ પ્રદર્શન કરતો આવ્યો છે. તેણે ટીમ માટે છેલ્લાં ચાર વર્ષમાં સતત 500થી વધારે રન બનાવ્યા છે. હવે એવા સમાચાર આવી રહ્યાં છે કે રાહુલ પોતાને પંજાબ ટીમમાંથી અલગ કરવા માગે છે. એક રિપોર્ટ પ્રમાણે રાહુલ આગામી વર્ષે પંજાબ કિંગ્સ માટે રમવા ઈચ્છતો નથી. રિપોર્ટ પ્રમાણે લોકેશ રાહુલ આગામી વર્ષે પંજાબ કિંગ્સનો ભાગ નહીં હોય અને તેના મેગા ઓક્શનમાં સામેલ થવાની સંભાવના છે. તેવી માહિતી પણ સામે આવી છે કે કેટલીક ફ્રેન્ચાઈઝીએ રાહુલનો સંપર્ક કર્યો છે અને તેમણે આ સ્ટાર બેટ સમેનને પોતાની ટીમમાં લેવાની રૂચિ પણ બતાવી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer