રાજ્ય રેન્કિંગ ટેલબ ટેનિસ ટૂર્ના.નો આણંદમાં આરંભ : કચ્છ પણ દાવેદાર

આણંદ, તા. 13 : રોટોમેગ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2021નો ગુરુવારથી આણંદના બાકરોલ ખાતેના યુગપુરુષ વિવેકાનંદ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. 17મી ઓક્ટોબર સુધી યોજાનારી આ ટૂર્નામેન્ટમાં સુરતની ફ્રેનાઝ છીપિયા અને ફિલઝાહ ફાતીમા કાદરી પર સૌની નજર રહેશે. કેમ કે આ બંને ખેલાડી સતત બીજું સ્ટેટ ટાઈટલ જીતવા માટે આતુર છે. વિમેન્સ ડ્રોમાં ફ્રેનાઝ મોખરે છે. જ્યાર જુનિયર ગર્લ્સ (અંડર-19)માં ફિલઝાહ તેનું વર્ચસ્વ જમાવી રાખવા પ્રયાસ કરશે. જ્યાં તેને પોતાના જ શહેરની આફ્રિન મુરાદના પડકારનો સામનો કરવાનો રહેશે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ આ ટૂર્નામેન્ટનું આયોજન આણંદ ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ અસોસિએશનના ઉપક્રમે થઈ રહ્યું છે, જેને એટલાન્ટા ઈલેકટ્રોનિક્સ અને ચરોતર ગેસ દ્વારા સહ-પ્રાયોજિત  કરાઈ છે. બીજી તરફ કચ્છનો ઈશાન હિંગોરાણી પણ મેન્સ ટાઈટલ જીતવા માટે પ્રબળ દાવેદાર છે, જે આ અગાઉ ગાંધીધામ અને જામનગરમાં રનર્સ અપ રહ્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer