માંડવીમાં મહિલા સંચાલિત જુગારધામ અંતે પોલીસની ઝપટે

ભુજ, તા. 13 : માંડવીમાં મહિલાઓ દ્વારા સંચાલીત લાંબા સમયથી ચાલતું જુગારધામ અંતે પોલીસની ઝપટમાં આવ્યું છે. આ કાર્યવાહી દરમ્યાન સત્તાધારી પક્ષના સુધરાઈ સદસ્યા સહીત 8 મહિલાઓની પોલીસે અટક કરી છે.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પુર્વ બાતમીના આધારે પોલીસે બાબાવાડી ખાતે આવેલા સુમતીનાથ કોમ્પલેક્ષમાં ત્રીજા માળે આવેલા મકાનમાં મોડી સાંજે દરોડો પાડયો હતો. આ કાર્યવાહી દરમ્યાન હંસાબેન દિલીપભાઈ ઠકકર, સત્તાધારી પક્ષના સુધરાઈ સભ્ય ક્રિષ્નાબેન તરૂણ ટોપરાણી, પ્રભાબેન સુંદરજી સોષી, મંજુલાબેન નારણભાઈ  વેકરીયા, ભારતીબેન ભરતભાઈ સલાટ, વસુબા રતનસિંહ જાડેજા, રામતબાઈ આમદ કેચા અને હર્ષિદાબેન સંજયભાઈ ખત્રીને જુગાર રમતા પોલીસે ઝડપી પાડયા હતાં. આ કાર્યવાહો દરમ્યાન પડમાંથી રોકડા રૂ. 51 હજાર અને રૂ.61 હજારની કીમતના પાંચ નંગ મોબાઈલ ફોન સહીતનો મુદામાલ કબ્જે કરાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer