વીરાયતન દ્વારા બે ઓક્સિજન પ્લાન્ટની ભેટ

વીરાયતન દ્વારા બે ઓક્સિજન પ્લાન્ટની ભેટ
જખણીયા (તા. માંડવી), તા. 13 : કોવિડ સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને વીરાયતને પૂર્વ રાજ્યમંત્રી  તારાચંદભાઈ છેડા પ્રેરિત  સર્વ સેવા સંઘ-ભુજ દ્વારા સંચાલિત એન્કરવાલા જનરલ હોસ્પિટલ મસ્કા અને મુંદરા ઈન્સ્ટીટયુટ ઓફ  મેડિકલ સાયન્સ, મુંદરા હોસ્પિટલમાં ઓકિસજન-જનરેશન પ્લાન્ટ નાખવાનું  આયોજન કરાયું હોવાથી  દાખલ થયેલ દર્દીઓને તરત જ ખપત  મુજબ ઓકિસજન મળી રહે. અને ઓકિસજન પ્લાન્ટથી ઓકસીજન સીલીન્ડર સપ્લાય કરવામાં આવશે.  તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઓકિસજન જનરેશન પ્લાન્ટ જે શ્વાસ-1પ મોડલ તરીકે ઓળખાય છે. જે રોજના 60 જમ્બો  સીલીન્ડર  બનાવે  છે. પ્લાન્ટમાં એર કંપ્રેંશર, ડ્રાયર, એર સ્ટોરેજ ટેંક, ઓકિસજન જનરેટર, અને ઓકસીજન સ્ટોરેજટેંક આવેલી છે. જે ફુલી ઈલેકટ્રોનીક કન્ટ્રોલ ધરાવે છે. આ અદ્યતન મશીન વિરાયન તરફથી બંને હોસ્પિટલને ભેટ આપવામાં આવ્યા હોવાનું એક યાદીમાં જણાવાયું હતું.  શ્વાસ ઓકિસજન જનરેટર પ્લાન્ટની ડીઝાઈન આઈએસઓ-10083 પ્રમાણે માન્ય હોય તે મુજબની છે. આ ઓકસીજન જનરેશન પ્લાન્ટમાના બધાજ પાર્ટસ સેલ્ફ કન્ટ્રોલ છે. જેને સેન્ટ્રલ કન્ટ્રોલરની જરૂરત નથી. બન્ને ઓકિસજન પ્લાન્ટ વીરાયતનના સંસ્થાપક  આચાર્ય ચંદનાજી મ.સા.ના આશીર્વાદ અને  સાધ્વી  શિલાપીજી મ.સા. પ્રયાસો, શ્રમ અને પ્રેરણાથી અમેરીકાની સંસ્થા `જૈના' દ્વારાબન્ને હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. વીરાયતન કચ્છના અધ્યક્ષ  સુંદરજીભાઈ શાહે  સહયોગ  માટે ડો. કૌશિકભાઈ શાહને ધન્યવાદ આપ્યા હતા. ઓકિસજન પ્લાન્ટમાંથી સીલીન્ડર ભરવા માટે જે બુસ્ટર પંપની જરૂરત રહે તે અદાણી ફાઉન્ડેશન, મુંદરા તરફથી મળ્યા છે.અદાણી ફાઉન્ડેશન પણ જનહિતના કાર્યો ખાસ કરીનેશિક્ષણ તથા આરોગ્ય ક્ષેત્રે વિશેષ પ્રદાન કરે છે. અસરગ્રસ્ત લોકો માટે રાશન કીટ તથા દવાઓનું  વિતરણ કચ્છ તથા બિહારમાં  વીરાયતન દ્વારા કરવામાં આવ્યા છે. તેમજ અમદાવાદમાં  કોવીડથી  અસરગ્રસ્ત લોકો માટે ટીફીનની પણ  ઘર ઘર સુધી પહોંચાડવાની કામગીરી પણ વીરાયતના દ્વારા કરવામાં આવી છે. ભવિષ્યમાં પણ કોઈપણ પ્રકારની પ્રાકૃતિક આપદા કચ્છમાં થશે તો વીરાયતન સંસ્થા હંમેશા લોકોના સહયોગ માટે અડીખમ ઉભી રહેશે તેવું વ્યવસ્થાપક અનિલ જૈને જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer