ગાંધીધામ ખાતે મહિન્દ્રા કંપની દ્વારા XUV 700 કાર લોન્ચ થઇ

ગાંધીધામ ખાતે મહિન્દ્રા કંપની દ્વારા XUV  700 કાર લોન્ચ થઇ
ગાંધીધામ, તા. 13 : અહીંના બી. મંગતરામ એન્ડ કું. શો-રૂમ ખાતે XUV  700 કાર લોન્ચ કરવામાં આવી હતી. બી. મંગતરામના માલિક રાજુભાઇ રામચંદાની, ધીરેન રામચંદાની તથા ઉપસ્થિત અગ્રણીઓ કચ્છમિત્ર કોર્પોરેટ બ્યૂરો હેડ અઝીમભાઇ શેખ, રામજીભાઇ ધેડા, નરેન્દ્રભાઇ ગઢવી, પ્રદીપસિંહ જાડેજા, રામજીભાઇ આહીરના હસ્તે મહિન્દ્ર કંપનીની એક્સયુવી 700 કાર લોન્ચ કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં મધ્યમ વર્ગના પરિવારોને  સગવડરૂપ ફેમિલી કાર સેગમેન્ટ ગતિ પકડી રહ્યું છે. જુદી-જુદી કંપનીઓ મધ્યમ વર્ગને પરવડે તેવી તથા આકર્ષક ફિચર સહિતના વાહનો લોન્ચ કરી રહ્યું છે. તેના જ ભાગરૂપે મહિન્દ્રા-મહિન્દ્રા દ્વારા આ એક્સયુવી-700 કાર લોન્ચ કરવામાં આવી છે. કાર લોન્ચીંગ દરમ્યાન તેની લાક્ષણિકતા વિશે બી. મંગતરામના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્ટાઇલ ડિઝાઇન અને અઉછઊગઘડ ટેકનોલોજીથી સજ્જ ડઞટ-700માં સ્કાય રૂફ, સ્માર્ટ ડોલર  હેન્ડલ, પ્લસ લેધર શીટ, આર-18 ડાયમંડ કટ એઁલોય વ્હીલ ડયુઅલ 10.25 ઇંચ સુપર ક્રીન, 360 વ્યૂ કેમેરા અને અખઅણઘગ અકઊડઅ જેવા આધુનિક ફિચર્સથી સજ્જ છે તથા સ્માર્ટ અઉઅજ જેવી ટેકનોલોજી છે. XUV -700 પેટ્રોલ ખજઝઅકકઈંઘગ 200 ઙજ અને ડીઝલ ખઇંઅઠઊં 155ઙજ તથા 185ઙજ એન્જિન પાવર સાથે ઉપલબ્ધ છે જે ઓટો તથા મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં આવે છે. આ ગાડીમાં ખડ, અડ3 અને અડ7 એમ કુલ ચાર સિરીઝ સાથે 5 સીટર અને 7 સીટરમાં ઉપલબ્ધ છે, જેની પ્રારંભિક કિંમત 11.99 લાખ છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન બી. મંગતરામ શો-રૂમના સેલ્સ મેનેજર કમલ નીમરાની તથા તેમની ટીમે વ્યવસ્થા સંભાળી હતી. તે દરમિયાન બુકિંગ શરૂ થયું હતું જે માત્ર પાંચ મિનિટમાં 25 હજારને પાર પહોંચ્યું હતું જે એક બહોળા પ્રતિસાદની પ્રતીતિ કરાવે છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer