નોકરી છૂટી જતાં શખ્સે વાહનના કાચ તોડી નાખ્યા

ગાંધીધામ, તા. 13 : શહેરના એક ટ્રાન્સપોર્ટરે એક કર્મચારીને નોકરીમાંથી કાઢી મુકતાં આ શખ્સે ટ્રાન્સપોર્ટરની ગાડીના કાચ તોડી નાખ્યા હતા.શહેરના ટ્રાન્સપોર્ટ નગરમાં બ્રાડ ટ્રેઈલર સર્વિસ નામની ટ્રાન્સપોર્ટ પેઢી ધરાવતા જશપાલસિંઘ દર્શનસિંઘ બ્રાડે આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ટ્રાન્સપોર્ટની ગાડી નંબર જી.જે.-12-બી.ડબલ્યુ.-0987નો ચાલક સન્નીકુમાર ગઈકાલે રાત્રે પડાણા નજીક વિરાત્રા હોટેલમાં જમવા ગયો હતો અને ગાડી પાર્કિંગમાં પાર્ક કરી હતી ત્યારે ખાનગી સુરક્ષાકર્મી તેની પાસે આવી તમારી ગાડીના કાચ તોડી નાખેલા છે તેમ કહ્યું હતું. જેથી આ ચાલક ત્યાં જતા ત્યાં ભીમાસરનો વિજય આહીર ઊભો હતો. તેણે મારું નામ વિજય આહીર છે. હું ભીમાસર ગામનો છું. તારા વાહનનો કાચ મેં તોડયો છે તેમ કહી પોતાના મોબાઈલ નંબર આપી તારા શેઠને કહેજે આ નંબર ઉપર મારી સાથે વાત કરે તેમ કહી ચાલ્યો ગયો હતો. આ ટ્રાન્સપોર્ટરે આ શખ્સને નોકરીમાંથી છૂટો કરતાં તેનું મનદુ:ખ રાખી તેણે કાચ તોડી નાખ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer