સરકારી નોકરી માટે વયમર્યાદામાં 1 વર્ષની છૂટ

અમદાવાદ, તા. 13 (અમારા પ્રતિનિધિ તરફથી) : કોરોના સમયગાળા દરમિયાન રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થઈ શકયું નથી ત્યારે રાજયના યુવાનોને સરકારી નોકરીઓમાં વધુ તક મળી શકે તે હેતુથી સરકારી નોકરીઓની ભરતી માટેની વયમર્યાદામાં એક વર્ષની છૂટછાટ આપીને વધુને વધુ યુવાનોને સરકારી સેવામાં જોડાવાની તક આપવાનો નિર્ણય આજે રાજ્ય મંત્રીમંડળે કર્યો છે. સરકારના આ નિર્ણયથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોમાં ખૂશીનો માહોલ વ્યાપ્યો છે.રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું કે, વય મર્યાદાની આ છુટછાટ તા. 1 સપ્ટેમ્બર 2021થી 31 ઓગસ્ટ 2022 સુધી લાગુ કરવામાં આવી છે. રાજયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા સીધી ભરતી માટે સ્નાતક કે સમકક્ષની લાયકાતમાં બિન અનામત પુરુષ ઉમેદવારોમાં હાલની 3પ વર્ષની વયમર્યાદામાં એક વર્ષનો વધારો કરીને 36 વર્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્નાતક કરતા ઓછી લાયકાત ધરાવતી જગ્યાઓના કિસ્સામાં બિનઅનામત પુરુષ ઉમેદવારો માટે હાલની 33 વર્ષની વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરીને હવે 34 વર્ષ કરવામાં આવીછે.શિક્ષણ મંત્રીએ કહ્યું કે, એસ.સી./એસ.ટી./ઓ.બી.સી. અને (આર્થિક રીતે નબળાવર્ગો)ની કેટેગરીના પુરુષ ઉમેદવારોના કિસ્સામાં સ્નાતક કે સમકક્ષ લાયકાત માટેની હાલની વયમર્યાદા 40 વર્ષની છે તેમાં એક વર્ષનો વધારો કરીને 41 વર્ષ કરવામાં આવી છે, જયારે આ કેટેગરીમાં સ્નાતકથી નીચેની કક્ષા માટે 38 વર્ષની વયમર્યાદા છે તે વધારીને એક વર્ષ વધારીને 39 વર્ષની કરવામાં આવી છે.તેમણે એમ પણ જણાવ્યું હતું કે, મહિલા તરીકે અનામત કેટેગરીની મહિલાઓને પાંચ વર્ષની છૂટછાટ મળે છે. તે પછી તેમની વયમર્યાદા 4પ વર્ષની થાય છે. ભરતી નિયમો અંતર્ગત આ છૂટછાટ આપ્યા બાદ આ વય મર્યાદા 4પ વર્ષથી વધે નહીં તેવી જોગવાઈ હોવાથી મહિલા અનામત કેટેગરીમાં વધારાનો એક વર્ષનો લાભ સિમીત થાય છે. બિન અનામત મહિલા ઉમેદવારોના કિસ્સામાં સ્નાતકથી નીચેની લાયકાત વાળી જગ્યાઓ માટે હાલની 38 વર્ષની વયમર્યાદામાં એક વર્ષનો વધારો કરીને 39 વર્ષ કરવામાં આવી છે, એટલુ જ નહીં સ્નાતક કક્ષાની જગ્યાઓ માટે બીન અનામત મહિલા ઉમેદવારોના કિસ્સામાં હાલની 40 વર્ષની વયમર્યાદામાં વધારો કરી 41 વર્ષ કરવામાં આવી છે. તેમણે કહ્યેy કે, એ.સી./એસ.સી./ઓ.બી.સી. અને (આર્થિક રીતે નબળા વર્ગે)ની કેટેગરીના મહિલા ઉમેદવારોના કિસ્સામાં સ્નાતકથી નીચેની લાયકાતવાળી જગ્યાઓમાં હાલની 43 વર્ષની વયમર્યાદા વધારીને 44 વર્ષની કરવામાં આવી છે. આવી કેટેગરીમાં સ્નાતક કે સમકક્ષ લાયકાતના કિસ્સામાં વયમર્યાદા 4પ વર્ષ યથાવત રાખવામાં આવી છે તેની પણ વિગતો તેમણે આપી હતી.રાજય સરકારની સેવાઓ અને જગ્યાઓમાં એસ.સી./એસ.ટી./એસ.ઈ.બી.સી/ (આર્થિક રીતે નબળા વર્ગો) તેમજ મહિલા કેટેગરીમાં મહત્તમ નકકી કરેલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ કોઈપણ સંજોગોમાં 4પ વર્ષથી વધે નહીં તે રીતે નકકી રવામાં આવેલી છે તેમ પણ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer