મનમોહનસિંહની તબિયત ખરાબ : એઇમ્સમાં ભરતી

નવી દિલ્હી, તા. 13 : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત બગડતા તેઓને દિલ્હી સ્થિત એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. પૂર્વ વડાપ્રધાનને બે દિવસથી હળવો તાવ હોવાથી બુધવારે સાંજે છ વાગ્યા આસપાસ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસ સમિતિના સૂત્રોના કહેવા પ્રમાણે મનમોહન સિંહને યોગ્ય દેખરેખ અને ચિકિત્સા માટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer