પાકમાં આઈએસઆઈ ચીફ મુદ્દે તનાવ : સૈન્ય મામલાથી દૂર રહે સરકાર : બાજવા

ઈસ્લામાબાદ, તા. 13 : પાકિસ્તનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના નવા પ્રમુખની નિયુક્તિ બાદથી ઈમરાન ખાન અને સેના વચ્ચેનો તનાવ સતત વધી રહ્યો છે. આ મામલે એક લાંબી બેઠક પણ થઈ હતી પણ તનાવ ઘટવાને બદલે વધ્યો હતો. બેઠકમાં પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ બાજવાએ ઈમરાન ખાનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, સરકાર સેનાના મામલામાં હસ્તક્ષેપ કરી શકે નહીં. ગયા મહિને લેફ્ટનન્ટ જનરલ નદીમ અંજુમને આઈએસઆઈના નવા ડીજી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. આ પ્રક્રિયાથી ઈમરાન ખાન નારાજ હોવાની વાત સામે આવી છે. ઈમરાન ખાનની ઈચ્છા હતી કે પૂર્વ આઈએસઆઈ ચીફ ફૈઝ હમીદ ડિસેમ્બર સુધી પોતાના પદ ઉપર રહે. જો કે બાજવાએ આ પ્રસ્તાવનો ઈનકાર કરી દીધો હતો. હવે બાજવાએ ઈમરાનને કહ્યું છે કે સરકાર સૈન્ય મામલાઓમાં દખલ ન કરે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer