ગાંધીધામ રેલવે સ્ટેશને બેટરી સંચાલિત વાહનનું લોકાર્પણ

ગાંધીધામ રેલવે સ્ટેશને બેટરી સંચાલિત વાહનનું લોકાર્પણ
ગાંધીધામ, તા. 13 : અહીંના મારવાડી યુવા મંચ ધ્વારા રેલવે સ્ટેશન મથકે દિવ્યાંગ અને વૃધ્ધ લોકોને એક પ્લેટફોર્મ ઉપરથી બીજા પ્લેટફોર્મ ઉપર જવા માટે નિ:શુલ્ક બેટરી સંચાલિત કાર સેવાનું લોકાર્પણ કરાયું હતું. નિ:શુલ્ક કાર સેવાનું એ.આર. એમ આદીશ પઠાનિયા, દાતા પરિવાર  ત્રિભુવનજી સિંઘવી, સ્ટેશન પ્રબંધક સત્યેન્દ્ર યાદવના હસ્તે  લોકાર્પણ કરાયું હતું. આ વેળાએ  એરિયા મેનેજરે  રેલવે ધ્વારા ચાલી રહેલા કાર્યોથી  વિગતો આપી હતી. આ પ્રકલ્પ માટે ફ્રેન્ડસ ગ્રુપ ઓફ કંપનીઝ, ડી.કે. અગ્રવાલ (સી.પી.એલ ગ્રુપ)નો સહકાર સાંપડયો હતો.  કાર્યક્રમમાં મંચના પ્રમુખ સંદીપ બાગરેચા, મંત્રી પારસ જોયા,પૂર્વ પ્રમુખ જીતેન્દ્ર જૈન, નંદલાલ ગોયલ, ઉપપ્રમુખ મુકેશ સિંઘવી, ખજાનચી જયેશ ગુપ્તા સહિતના હાજર રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer