ગાંધીધામમાં 90 બાળકને દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પમાં કાઢી અપાયા

ગાંધીધામમાં 90 બાળકને દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પમાં કાઢી અપાયા
ગાંધીધામ, તા. 13 : તાલુકામાં જિલ્લા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમ હેઠળ બીઆરસી ભવન-ગાંધીધામ દ્વારા દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પ જૂની સુંદરપુરી પં. પ્રા. શાળા ખાતે યોજાયો હતો. જિલ્લા કક્ષાએથી હાડકાંના અને માનસિક આરોગ્યના નિષ્ણાત, કાન, નાક, ગળા અને આંખના સર્જન તેમજ સાયકોલોજિસ્ટ, બાળકોના ડોક્ટર, ઓડિયોલોજિસ્ટ જેવા ડોક્ટરોની ટીમે ઉપસ્થિત રહીને વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકોને ચકાસ્યા હતા. 116 દિવ્યાંગ બાળકોએ કેમ્પમાં ભાગ લીધો હતો. જેમાંથી 90 બાળકોના તેમની દિવ્યાંગતા મુજબ પ્રમાણપત્ર અને કાર્ડ કાઢવામાં આવ્યા હતા. જિલ્લા કક્ષાએથી આવેલા આઇઇડી કો-ઓર્ડિનેટર વિષ્ણુભાઇ પ્રજાપતિ, ગાંધીધામ બીઆરસી કો-ઓર્ડિનેટર ભરતભાઇ ઠક્કર, સીઆરસી કો-ઓર્ડિનેટર, શિક્ષકો, સ્પે. એજ્યુકેટર, બીઆરપી પ્રજ્ઞા, બીઆરપી એ.એસ., બ્લોક એમ.આઇ.એસ. ઓપરેટર અને શાળાના આચાર્ય સહભાગી થયા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer