નાગરિયતના સંસ્કારો જાળવવા સંગઠન અનિવાર્ય

નાગરિયતના સંસ્કારો જાળવવા સંગઠન અનિવાર્ય
ભુજ, તા. 13 : અખિલ ભારતીય નાગર પરિષદનું ભુજ ખાતે સ્નેહમિનલ યોજાયું હતું. નવા હોદ્દેદારો પ્રમુખ ડો. જલ્પેશભાઈ મહેતા, મહામંત્રી જ્હાનવીબેન જ્હા, મહિલા કન્વીનર જલ્પાબેન દેસાઈ તથા પૂર્વ અધ્યક્ષ વીણાબેન જોષીએ સૌરાષ્ટ્ર-કચ્છના નાગર જ્ઞાતિજનોનો સંપર્ક કરવાના હેતુસર જામનગર, જૂનાગઢ, રાજકોટના પ્રવાસ પછી તાજેતરમાં ભુજના પ્રવાસે આવ્યા હતા ત્યારે અખિલ ભારતીય નાગર પરિષદ, કચ્છ શાખા તથા વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ તથા સંલગ્ન જ્ઞાતિ મંડળોના ઉપક્રમે હાટકેશ કોમ્પલેક્ષ ખાતે સ્નેહમિનલ યોજાયું હતું. પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. જલ્પેશભાઈએ નાગરિયતના સંસ્કારો જાળવી રાખવા જ્ઞાતિ સંગઠન અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું. અખિલ ભારતીય નાગર પરિષદના આગામી કાર્યક્રમોની વિગત આપી આગામી દિવસોમાં પરિષદ દ્વારા ગ્લોબલ ગુજરાત નાગર નિર્દેશિકા પ્રકાશિત કરી સમગ્ર ગુજરાત અને બૃહદ ગુજરાતમાં વસતા ગુજરાતી નાગર જ્ઞાતિજનોની વસતી ગણતરી કરવાનું ભગીરથ કાર્ય આરંભ કરવાની પણ જાહેરાત કરી હતી.  આ અગાઉ અખિલ ભારતીય નાગર પરિષદના કચ્છ શાખાના તથા નાગર જ્ઞાતિના પ્રમુખ અતુલ મહેતાએ સૌને આવકારતાં કચ્છની જ્ઞાતિ પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો હતો. મહેમાનોનું નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ વતી પ્રમુખ અતુલ મહેતા, મંત્રી ડો. ઉર્મિલ હાથી, ખજાનચી રક્ષક અંતાણી તથા ટ્રસ્ટીઓ અવનિશ વૈશ્નવ, નિપુણ માંકડ, વડનગરા નાગર જ્ઞાતિ મહિલા મંડળના પ્રમુખ બંસરીબેન ધોળકિયા, અખિલ ભારતીય નાગર પરિષદ ભુજ શાખા વતી જ્યોતિબેન ભટ્ટ, હાટકેશ સિનિયર સિટીઝન કલબના પ્રમુખ પરિમલ વૈશ્નવ, હાટકેશ યુથ કલબના પ્રમુખ વિમિર ધોળકિયા, વીસનગરા નાગર જ્ઞાતિના હેતલબેન ભટ્ટ, હાટકેશ સેવા મંડળના વિભાકર અંતાણી, સંસ્કૃત પાઠશાળાના જિતેન્દ્ર છાયા, જગદીશચંદ્ર છાયા તથા વરિષ્ઠ જ્ઞાતિ આગેવાનો હર્ષેન્દુભાઈ ધોળકિયા, અવિનાશભાઈ વૈદ્ય, કિરણભાઈ માંકડ, ગિરીશભાઈ વૈષ્ણવ, કૈલાસભાઈ વોરા વિગેરેએ સન્માન કર્યું હતું. જ્ઞાતિ મંત્રી ડો. ઉર્મિલ હાથીએ સંચાલન કર્યું હતું. ટ્રસ્ટી દર્શક બૂચે આભાર માન્યો હતો. નરેશ અંતાણી, કૈવલ્ય ધોળકિયા, સુરેશ ભટ્ટ તથા હેમાબેન ભટ્ટે આયોજન સંભાળ્યું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer