માંડવી ખારવા સમાજ દ્વારા ભાદરવી એકાદશી ઊજવાઈ

માંડવી ખારવા સમાજ દ્વારા ભાદરવી એકાદશી ઊજવાઈ
માંડવી, તા. 13 : ખારવા સમાજના ઈષ્ટદેવ શ્રીરામદેવજી મહાપ્રભુજીની ભાદરવી સુદ અગિયારસીની ઉજવણી દર વર્ષની જેમ કરવામાં આવી હતી. સવારે બહેનો દ્વારા પૂજન અર્ચના કરી બપોરે હરહર મહાદેવ ગ્રુપ દ્વારા નાના ભૂલકાઓ માટે બટુક ભોજન રાખવામાં આવેલ હતું. સાંજે શ્રીરામદેવજી મહાપ્રભુજીના મંદિરે પૂજન અર્ચન બાદ ભગવાનની શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો ઉપર નીકળી હતી. દેશી ઢોલના તાલે લોકો ઝૂમી ઉઠયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ભગવાન શ્રી રામદેવજી મહાપ્રભુજીના દર્શન માટે ભાવિકો ઉમટી પડયા હતા.  ખારવા સમાજના પ્રમુખ હંસરાજ માલમ, કિશોર કષ્ટા, જિગર ધાયાણી, શાંતિલાલ મોતીવરસ, રમેશ ફોફિંડી, વિશ્રામ શિયારવાલા, વિશ્રામ જેઠવા, પારસ માલમ, મહેન્દ્ર મોતીવરસ, મહેન્દ્ર માલમ, એડવોકેટ નિકુલ ફોફિંડી, ચેતન ધાયાણી, નરસિંહ ઝાલા, ચંદ્રસિંહ ઝાલા, પરેશ જેઠવા, હિતેશ કષ્ટા સહિત મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા. દેશી ઢોલના વિવિધ ગ્રુપોએ રમઝટ બોલાવી હતી. વ્યવસ્થા ખારવા સમાજના કોટવાલા રામભાઈએ સંભાળી હતી. સમાજના ગોર નવીનચંદ્ર વ્યાસ દ્વારા પૂજાવિધિ કરવામાં આવી હતી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer