કચ્છી ભાષાને બંધારણીય માન્યતા મળે તે માટે થતા પ્રયાસો બિરદાવાયા

ભુજ, તા. 13 : ભારતમાં અનેકવિધ બોલીઓ બોલાય છે, જેમાં કચ્છી અનેરી વૈવિધ્યસભર અને મીઠી બોલી છે.કચ્છના રાજવી પરિવારના મોભી સ્વ. પ્રાગમલજી ત્રીજાને કચ્છી ભાષા પ્રત્યે અનન્ય લગાવ હતો. એમણે  લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલના બાળકોને કચ્છી બોલી શીખવવા માટે અભ્યર્થના કરી હતી. જેથી શાળાના બાળકો સંપૂર્ણ સજ્જતા સાથે કચ્છી ભાષાનું?જ્ઞાન મેળવી શકે તેવા પ્રયત્નો અહીં વર્ષ 2008થી શરૂ થયા હતા. આજે  શાળાના દરેક વિદ્યાર્થી અને શિક્ષકોએ કચ્છી ભાષા પર પકડ જમાવી છે. આજની પેઢી કચ્છી બોલી બોલતા ખચકાટ, શરમ-સંકોચ અનુભવે છે જે દૂર કરવા કચ્છના દરેક નાગરિકની ફરજ છે. કચ્છી બોલીની મહત્તા વધારવા તેના પ્રત્યાયનનું સાધન બનાવો અને દૈનિક વાણીવ્યવહારમાં કચ્છી બોલીનો ઉપયોગ કરે.લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલમાં કચ્છી, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત પાંચ ભાષાઓના સમન્વયથી પ્રાર્થનાસભાનું આયોજન થાય છે અને કચ્છી મહત્તા દર્શાવતું રાષ્ટ્રગીત મૂંજી માતૃભૂમિ કે નમન પણ નિયમિત રીતે ગવાય છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer