સ્માર્ટ ફોનના વધુ પડતા ઉપયોગથી દૂરની દૃષ્ટિનું જોખમ સર્જાઇ શકે

ભુજ, તા. 13 : કોમ્પ્યુટર, લેપટોપ અને સ્માર્ટ ફોનનો ઉપયોગ વધવાની સાથે દૂરની દૃષ્ટિ ઘટવાનું જોખમ મંડરાયું છે. એવું જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના આંખ વિભાગના વડાએ 14મી ઓક્ટોબરે ઉજવાતા વિશ્વ દૃષ્ટિ દિવસ નિમિત્તે જણાવ્યું હતું. ડો. કવિતા શાહે કહ્યું કે, આંખની તપાસ અને જુદા જુદા રોગના સરેરાશ પ્રતિમાસ બે હજાર ઉપરાંત દર્દીઓ આવે છે,જેમાં 50 ટકાથી વધુ દૂર દૃષ્ટિ ખામીગ્રસ્ત હોય છે. સ્માર્ટ ફોન, વર્ક ફ્રોમ હોમ અને કોમ્પ્યુટરના ઉપયોગ તેમાંથી બાળકો જે રીતે સ્માર્ટ ફોન સામે સમય વિતાવી રહ્યા છે, તે જોતાં આગામી વર્ષોમાં દૂરની દૃષ્ટિની ખોટવાળા દર્દી વધુ દેખાશે.ડાયાબિટીસ અને હાઇબીપી દર્દીઓમાં આંખો ભારે થવાનું જોખમ રહેલું હોય છે. જે આગળ જતાં ગ્લુકોમા અને કાળા મોતિયા તરીકે આકાર લે છે. ડો. કવિતા શાહે વધુમાં કહ્યું કે, કોમ્પ્યુટર સામે દર 20 મિનિટે આંખને  20 સેકન્ડ સુધી આરામ આપી 20 ફૂટ દૂર જોવું તો આંખને આરામ મળી શકશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer