ગુજરાત રેડક્રોસના સૌથી વધુ મતે ચેરમેનપદે ડો. ભાવેશ આચાર્ય ચૂંટાયા

ગુજરાત રેડક્રોસના સૌથી વધુ મતે ચેરમેનપદે ડો. ભાવેશ આચાર્ય ચૂંટાયા
ગાંધીનગર, તા. 13 : ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની મેનેજિંગ કમિટીમાં સૌથી વધારે 22માંથી 19 મત મેળવી ગુજરાત રેડક્રોસના ચેરમેનપદે ડો. ભાવેશ આચાર્ય ચૂંટાયા છે. દરેક રાજ્યમાં સ્ટેટ રેડક્રોસ શાખામાંથી એક પ્રતિનિધિ નેશનલ મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં મતદાન માટે આવે છે. 29 પ્રતિનિધિમાંથી 22 પ્રતિનિધિ હાજર રહ્યા હતા અને 12 સભ્ય ચૂંટાયા હતા, જેમાં ડો. ભાવેશ આચાર્યને ચેરમેનપદે ગુજરાત રેડક્રોસને 22માંથી 19 આમ સૌથી વધારે મત મળ્યા છે. 2017માં પણ ડો. આચાર્યને 27માંથી 24 સૌથી વધારે મત મળ્યા અને મેનેજિંગ કમિટી સભ્ય બન્યા છે.ગુજરાત રેડક્રોસ શાખાને  ગત વર્ષે દેશની શ્રેષ્ઠ રાજ્ય શાખા તરીકે  પ્રથમ સ્થાન અને રૂા. 50 લાખ ઇનામ મળ્યું અને ડો. ભાવેશ આચાર્યને દેશના શ્રેષ્ઠ કાર્યકર તરીકે રાષ્ટ્રપતિ દ્વારા અને પ્રથમ સ્થાન મળ્યું હતું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન તરીકે દેશના આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવીઆ અને પ્રમુખ તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કામગીરી સંભાળે છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer