જાણીતા સાહિત્યકાર ધીરેન્દ્રભાઇ મહેતાની નવલકથા `છાવણી''નો રાજસ્થાની ભાષામાં અનુવાદ

જાણીતા સાહિત્યકાર ધીરેન્દ્રભાઇ મહેતાની નવલકથા `છાવણી''નો રાજસ્થાની ભાષામાં અનુવાદ
ભુજ, તા. 13 : જાણીતા સાહિત્યકાર ધીરેન્દ્રભાઇ મહેતાની પ્રતિષ્ઠિત નવલકથા `છાવણી'નો રાજસ્થાની ભાષામાં અનુવાદ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા પ્રકાશિત કરાયો છે. અનુવાદ રાજસ્થાની ભાષાના જાણીતા સાહિત્યકાર અને પત્રકાર મનોજ સ્વામીએ કર્યો છે. આ પહેલાં આ નવલકથાના હિન્દી અને મરાઠી ભાષામાં અનુવાદ પ્રગટ થઇ ચૂક્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ તેનો અભ્યાસ થયેલો છે. ઉલ્લેખનીય છે કે, `છાવણી' કચ્છ પ્રદેશના ભૂકંપની પશ્ચાદ્ભૂ પર લખાયેલી છે. ઇ.સ. 2010માં તેને દિલ્હી અકાદમીનો શ્રેષ્ઠ કૃતિનો રાષ્ટ્રીય પણ પ્રાપ્ત થયો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer