અંજારમાં મોટી વિદ્યુત સામગ્રી ગુમ થતાં ગેટકોના અનેકવિધ કામો અટવાયાં

અંજાર, તા. 13 : આ શહેરમાં કાર્યરત ગેટકો વિભાગના કામ માટે ફાળવાયેલો અને અત્રેના 220 કે.વી. વિદ્યુત સબ સ્ટેશન ખાતે રખાયેલો સાત મેટ્રિક ટન જેટલો જથ્થો ગુમ થઇ જવા બાબતે ગેટકોના બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિત ફરિયાદ અપાઇ હતી. આ બનાવના કારણે સબ સ્ટેશનના કામો હાલતુરત અટવાઇ પડયાનું જણાવાયું છે.સરકાર માન્ય ઠેકેદાર જૂનાગઢના ક્રિશ્ના ઇલેકટ્રીકલ્સના સંચાલક દ્વારા આ ફરિયાદ આપવામાં આવી હતી અને આ બાબતે તપાસ કરી યોગ્ય પગલાં લેવાની માગણી કરાઇ હતી તેમણે આપેલી ફરિયાદમાં જણાવાયા મુજબ સબ સ્ટેશન સંકુલમાં ચોકીદારના સ્થાનથી નજીકના સ્થળે રખાયેલો આટલી મોટી માત્રાનો માલસામાન આયોજનબદ્ધ રીતે ઉઠાવી જવાયો હોવાનું લાગી રહ્યું છે કેમ કે તેના વગર આવું થવું શકય નથી.  માલસામગ્રીનો મોટો જથ્થો ગુમ થઇ જવાના પગલે 220 કે.વી. સબ સ્ટેશનના કામો અટવાઇ પડયા હોવાની વિગતો પણ ફરિયાદમાં અપાઇ હતી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer