જામીનમુક્ત ફરાર આરોપી પૂર્વ કચ્છ એલ.સી.બી. દ્વારા પુન: ઝડપી લેવાયો

ગાંધીધામ, તા. 13 : પૂર્વ કચ્છની ગળપાદર જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થઈ ફરાર થનારા એક આરોપીને એલ.સી.બી.એ પકડી પાડયો હતો. અંજારના રેલવે પાટા સામે સીતારામ પરિવાર વિસ્તારમાં રહેનારા ઓસમાણ કાસમશા શેખને ગત તા. 17/2/2020ના પોલીસે પકડી પાડયો હતો. આ શખ્સ ગંગા નાકા વિસ્તારમાં કેફી પીણું પીને તોફાન મચાવતો હતો ત્યારે પોલીસે તેને પકડી પાડયો હતો. બાદમાં તે પૂર્વ કચ્છની જિલ્લા જેલ ગળપાદરમાં હતો. અહીંથી તે વચગાળાના જામીન ઉપર મુક્ત થયો હતો. કાચા કામનો આ આરોપી જેલમાંથી ગયા બાદ પરત ન ફરી નાસતો હતો. આ શખ્સ અંજારમાં જ હોવાનું જણાતાં એલ.સી.બી.એ. તેને પકડી પાડયો હતો તેવું પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer