રાજગોર સમાજ દ્વારા મેગા રાસ યોજાયો

રાજગોર સમાજ દ્વારા મેગા રાસ યોજાયો
ભુજ, તા. 13 : જીવનમાં વિપરીત પરિસ્થિતિ આવી પડે ત્યારે શક્તિપૂજાથી સકારાત્મક અભિગમ કેળવીને મુશ્કેલીમાંથી બહર આવી શકાય તેવું ભુજમાં રાજગોર સમાજ સાંસ્કૃતિક સમિતિ આયોજિત મેગા રાસ-ગરબા સ્પર્ધાના ઇનામ વિતરણ સમારોહમાં અગ્રણીઓએ સૂર વ્યકત કર્યો હતો. જ્ઞાતિની 16 વર્ષથી ઉપરની યુવતી-મહિલાઓ માટે આરટીઓ રિલોકેશન સાઇટ સામજવાડીના પાર્ટી પ્લોટમાં દશ ગ્રુપના દોઢેક સો બહેનોની વચ્ચે સ્પર્ધા યોજાઇ હતી. પ્રારંભે માતાજીની સમાજના કાર્યકારી પ્રમુખ ભરત મોતા અને મહામંત્રી વિજય જાંજાણીએ આરતી ઉતારી હતી. આરતીનું  ગાન અતુલ માલાણીએ રજૂ કર્યું હતું. સંસ્કૃતિ, સંસ્કારને છાજે એવા સોળ શણગાર સજીને બહેનોએ માતાજીની આરાધના કરી હતી. તેમને મોટી સંખ્યામાં ઉપસ્થિત માઇભકતોના તાળીના પ્રોત્સાહને બળ પૂરું પાડયું હતું. પ્રથમ સ્થાને નૃત્યાંગિની ગ્રુપ, બીજા સ્થાને રામેશ્વર ગ્રુપ તથા ત્રીજા સ્થાને નવદુર્ગા રમઝટ ગ્રુપને સમાજ તથા ભુજ જ્ઞાતિ પ્રમુખ જનકરાય નાકર, રસીલાબેન રશ્મિકાંત નાકર, પુષ્પાબેન અરવિંદ જોશી (બેંગ્લુરુ), કાનજીભાઇ જેઠા પરિવાર, અરવિંદ કાનજી અજાણી, પ્રવીણાબેન મંગલ ઉગાણી સહિતના દાતાના સહયોગી રૂા. 18000, રૂા. 13550 અને રૂા. 11,100ના ઇનામ અર્પણ કરાયા હતા. જનરલ રાઉન્ડમાં હેતલ ડી. ગોર અને જયશ્રી એસ. ગોર વિજેતા બન્યા હતા. ભાગ લેનાર તમામ ગ્રુપને આશ્વાસન ઇનામરૂપે રૂા. 7500 લેખે ભેટ અપાયા હતા. નિર્ણાયક તરીકે જતિન યાદવ, વૈશાલીબેન સોલંકી તથા નીપાબેન તન્નાએ સેવા આપી હતી. સાંસ્કૃતિક કમિટીના ચેરપર્સન હેમલતાબેન એ. ગોરના નેતૃત્વ હેઠળ દક્ષાબેન મોતા, સુશીલાબેન માકાણી, જયાબેન જોશી સહિતના મહિલા સભ્ય, સમાજના મંત્રી ઉર્વશીબેન બાવા, ખજાનચી ભરત નાકર, ટ્રસ્ટી બંસીલાલ માલાણી, શૈલેશ દયારામ, અરવિંદ અજાણી, કારોબારીના સભ્યોએ આયોજનમાં સહયોગ આપ્યો હતો.સુરત એસ.ટી. વિભાગના વડા સંજય જોશી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નીલેશ ગોર, નગરસેવક કશ્યપ માલાણી, નગરસેવિકા ફાલ્ગુની બાવા,  ભાજપ મહિલા મોરચાના હસ્મીતાબેન વિઠ્ઠા, રશ્મિભાઇ ભાઇલાલ નાકર (મુંબઇ) સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તા. 7/11ના પરિસ્થિતિ અનુસાર દિવાળી સ્નેહમિલન યોજવાની જાહેરાત કરાઇ હતી. ભુજમાં કાર્યરત તમામ મહિલા મંડળના પ્રમુખોનું સન્માન કરાયું હતું. આભારવિધિ હેતલ ગોરે કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer