થેલેસેમિયા દર્દીઓ માટે 72 બોટલ રક્ત એકત્ર

થેલેસેમિયા દર્દીઓ માટે 72 બોટલ રક્ત એકત્ર
કોડાય (તા.માંડવી), તા. 13 : અમદાવાદ ખાતે આચાર્ય સુબોધસૂરિજીના શિષ્ય વિદ્યાચંદ્રવિજયજી મ.સા.ના 70મા જન્મદિવસે જલારામ અભ્યુધ્ય સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાઇ હતી. જેમાં થેલેસેમિયા મેજર બાળકો માટે 72 બોટલ રક્ત એકત્ર થયું હતું.કોડાયના રત્નવિદ્યાચંદ્રવિજયજી મ.સા. તેમજ અગ્રણીઓ હસ્તે દીપ પ્રાગટયથી આ રકતદાન કેમ્પ ખુલ્લો મુકાયો હતો. ધર્મ-ભક્તિ પ્રેમ સુબોધ આ.ભ. જૈન ટ્રસ્ટના ટ્રસ્ટી અમૂલભાઇ દેઢિયાએ થેલેસેમિયા દર્દીઓ માટે રક્તની અનિવાર્યતા અને રક્તદાન ઉપર પ્રકાશ પાડયો હતો અને સંસ્થા તથા દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. વિદ્યાચંદ્ર મ.સા.ની પ્રેરણાથી પારસભાઇ  સુંદરજીભાઇ દેઢિયા (મેરાઉ) દ્વારા જલારામ સદ્ભાવના ટ્રસ્ટને રૂા. 51000 દાનની જાહેરાત કરાઇ હતી. આ પ્રસંગે અન્ય જીવદયાની પ્રવૃત્તિ પણ કરાઇ  હતી. આ કેમ્પમાં રાહુલ વસનજી સાવલા (બાડા), હેમાંગ નવીનભાઇ સાવલા (ફરાદી), વિજયભાઇ હરિયા, અનુપભાઇ શેઠિયા, જતિનભાઇ શાહ સહિત જૈન અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન અમૂલભાઇ દેઢિયાએ કર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer