નવરાત્રિએ નવ દિવ્યાંગને ટ્રાઈસિકલ અર્પણ કરાઇ

નવરાત્રિએ નવ દિવ્યાંગને ટ્રાઈસિકલ અર્પણ કરાઇ
ભુજ, તા.13: માનવજ્યોત સંસ્થા ભુજ અને રામદેવ સેવાશ્રમ પાલારા દ્વારા નવરાત્રીએ નવ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરી માર્ગો ઉપર હરતા-ફરતા કરાયા હતા.દાતા રમેશ એન્ડ લાલજી નારાણ દેવજી વરસાણી પરિવાર સામત્રા હાલે લંડન, પ્રશુન રમેશ નારાણ વરસાણી તથા પનીશા લાલજી નારાણ વરસાણી લગ્નતિથિ નિમિત્તે સામત્રા-કચ્છ દ્વારા 4, સ્વ. ગૌરીબેન મોહનલાલ મહેતા-વર્ધમાનનગર દ્વારા-2 તથા માનવજ્યોત-ભુજ દ્વારા-3 મળી નવ દિવ્યાંગોને ટ્રાયસિકલો અપાઇ હતી. પ્રારંભે સંસ્થાનાં પ્રમુખ પ્રબોધ મુનવર, સુરેશભાઇ માહેશ્વરીએ સંસ્થાની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. રમેશભાઇ માહેશ્વરીએ સૌને આવકાર આપ્યો હતો. સંસ્થા દ્વારા અત્યાર સુધી આ રીતે 412 દિવ્યાંગોને ટ્રાયસિકલો પૂરી પાડવામાં આવી છે.  બે મહિલાઓ સહિત 9 દિવ્યાંગોએ ટ્રાયસિકલ મેળવી ખુશી વ્યકત કરી હતી. સંચાલન પ્રબોધ મુનવરે, આભારદર્શન સહદેવાસિંહ જાડેજાએ કરી હતી. વ્યવસ્થા રફીક બાવા, આનંદ રાયસોની, દિપેશ શાહ, મુરજીભાઇ ઠક્કર, નીતીનભાઇ ઠક્કર, કનૈયાલાલ અબોટી, જેરામ સુતાર, સહદેવસિંહ જાડેજાએ સંભાળી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer