ડાયેટ ખાતે એડવોકસી પ્રોગ્રામ ઓન સ્કૂલ હેલ્થ-વેલનેસ કાર્યક્રમ યોજાયો

ભુજ, તા. 13 : જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે એડવોક્સી પ્રોગ્રામ ઓન સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સંચાલન ડો. દક્ષાબેન મહેતાએ કર્યું હતું. કાર્યક્રમમાં આવકાર પ્રાચાર્ય સંજયભાઈ ઠાકર દ્વારા આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જીસીઈઆરટીના વસતીશિક્ષણ એકમના પ્રોજેક્ટ ઓફિસર ડો. દર્શનાબેન જોશીએ જોડાઈને માર્ગદર્શન શુભેચ્છાઓ પાઠવી હતી. વસતીશિક્ષણ એકમના ડો. યોગિતાબેન દેશમુખપણ જોડાયા હતા.કાર્યક્રમમાં ડો. સ્નેહલ વૈદ્ય -ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન, ડો. કેશુભાઈ મોરસાણિયાએ નશીલા પદાર્થોના દુરુપયોગની રોકથામ અને વ્યવસ્થાપન, ઉષ્માબેન શુક્લએ જેન્ડર સમાનતા, લહેરીકાંત ગરવાએ ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્ય પર વકતવ્ય આપ્યા હતા. એડવોકસી પ્રોગ્રામ ફોર બી. એડ્. એન્ડ  ડી.એલ.એડ્.ના સ્ટુડન્ટસ માટે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી પ્રત્યક્ષ રીતે યોજવામાં આવ્યો હતો.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer