મુંદરામાં મહિલાઓ માટે રંગોળી સ્પર્ધા યોજાઈ

મુંદરામાં મહિલાઓ માટે રંગોળી સ્પર્ધા યોજાઈ
મુંદરા, તા. 13 : અહીંની ઈન્નરવ્હીલ કલબ દ્વારા રોટરી હોલ ખાતે બહેનો માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લઈ અવનવી થીમથી કલરો પૂરી આકર્ષક રંગબેરંગી રંગોળીઓ બનાવી હતી. ઔદ્યોગિકીકરણના પગલે પર્યાવરણને જે નુકસાન પહોંચી રહ્યું છે તે વિષયને ધ્યાને રાખી સ્પર્ધાનો વિષય `પર્યાવરણ રંગોળી' રાખવામાં આવ્યો હતો.  આ સ્પર્ધામાં  પ્રથમ ક્રમે પ્રિયંકાબેન પખારે, દ્વિતીય ક્રમે જાડેજા હેમાંગીબા, તૃતીય ક્રમે રાઠોડ પ્રાચીબેન તેમજ બંસરીબેન ઉમરાણિયા સંયુક્ત રહ્યા હતા. આ ઉપરાંત આશ્વાસન ઈનામ શ્રુતિબેન ઝાલાએ પ્રાપ્ત કર્યું હતું. સ્પર્ધાના જજ તરીકે ગુજરાતના જાણીતા રંગોલી ફેમસ રાખીબેન તન્ના તેમજ રાષ્ટ્રસેવિકા સમિતિના હેતલબેન ભટ્ટે પોતાની સેવાઓ આપી હતી.  ઈન્નરવ્હીલ કલબના પ્રમુખ દિપ્તીબેન ગોરે મુંદરામાં પર્યાવરણ જાગૃતિ માટેના કાર્યક્રમો દ્વારા મહિલાઓમાં જાગૃતિ આવે તે માટે નેતૃત્વશક્તિ કેળવવાની હિમાયત કરી હતી. કલબના સેક્રેટરી નેહલબા ઝાલા, રોટરીના પૂર્વ પ્રમુખ અને એકિઝ. મેમ્બર નીલીમાબેન મહેતા, આશાબેન ચાવડા, રેખાબેન ઉપાધ્યાય, આઈ.એસ.ઓ. નિધિબા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રોજેકટ ચેરપર્સન તરીકે ડો. પૂજાબેન જોશી તેમજ ગીતાબેન ઐય્યરે કામગીરી સંભાળી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer