વરસાદથી ધોવાયેલા ચાર રસ્તાના 2650 મીટર મેટલ પેચકામ કરાયા

વરસાદથી ધોવાયેલા ચાર રસ્તાના 2650 મીટર મેટલ પેચકામ કરાયા
ભુજ, તા. 13 : માર્ગ મરંમત મહાભિયાન અંતર્ગત માર્ગ?અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા આજે કચ્છના ચાર રસ્તાની 2650 મીટરની મેટલ પેચની કામગીરી કરી હતી. સમગ્ર રાજ્યમાં તા. 1લીથી 10મી ઓક્ટો. સુધીના મહાઅભિયાન હેઠળ કચ્છમાં વરસાદ કે અન્ય કારણોસર ધોરીમાર્ગને નુકસાન થવા  પામ્યું છે, તેની મરામતની કામગીરી હાથ ધરાઈ રહી છે. કચ્છમાં માર્ગ?મરામત માટે આવેલી વિગતો ધ્યાને લઈ જિલ્લા પંચાયતની બાંધકામ શાખાના કા.પા. ઈજનેર શ્રી ઠાકોરનાં માર્ગદર્શન હેઠળ આજે 4 સ્થળો જેમાં નલિયા પેટા વિભાગ હેઠળ ફુલાય-વાડાપદ્ધર રોડ ઉપર 800 મીટરની મેટલ પેચની કામગીરી, દયાપર પેટા વિભાગ હેઠળ દયાપર, મેઘપર, નરા રોડ ઉપર 1000 મીટરની મેટલ પેચની કામગીરી કરાઈ હતી. જ્યારે ભુજ પેટા વિભાગ હેઠળ ઉડઈ એપ્રોચ રોડ ઉપર 250 મીટરની મેટલ પેચની તો નાડાપા હબાય રોડ ઉપર 600 મીટરની મેટલ પેચની કામગીરી મળી કુલ્લ 2650 મીટર માર્ગ સુધારાયા હતા. મહાઅભિયાન અંતર્ગત કચ્છના વિવિધ માર્ગની મરામત કરી વાહનવ્યવહાર માટે યોગ્ય બનાવવામાં આવી રહ્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer