રાપર શહેર - તાલુકા યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

રાપર શહેર - તાલુકા યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
રાપર, તા. 13 : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવા સપ્તાહ અંતર્ગત રાપર શહેર અને તાલુકા યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અદાણી બ્લડ બેન્કના સહયોગથી આયોજિત કેમ્પનું મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. યોગી દેવનાથબાપુ, શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની, તાલુકા ભાજપ પ્રમુખ  નશાભાઈ દૈયા, રેડક્રોસના ચેરમેન બળવંતભાઈ ઠક્કરે પ્રાસંગિક વકતવ્ય આપ્યાં હતાં. રક્તદાન કેમ્પનાં આયોજનથી લોકોમાં જાગૃતિ આવી હોવાની લાગણી વ્યક્ત કરી હતી. રાપર સી.એચ.સી.ને ભુજ હોસ્પિટલ ખાતેથી સગર્ભા મહિલાઓ માટે દર મહિને 80 બોટલ મળે છે, ત્યારે અહીં વધુ રકતદાન થાય તે સૌની ફરજ બનતી હોવાની લાગણી વ્યકત કરાઈ હતી.આ કેમ્પમાં 71 બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક હતો, તેની સામે 73 જણએ રકતદાન કરતાં 25,500 સીસી રક્ત એકત્ર થયું હતું. આ વેળાએ ભીખુભા સોઢા, સેવા સપ્તાહના ઈન્ચાર્જ હઠુભા સોઢા, વાલજીભાઈ વાવિયા, કેશુભા વાઘેલા, ડોલરરાય ગોર, નિલેશ માલી, શહેર ભાજપ મહામંત્રી લાલજી કરોત્રા, મેહુલ જોષી, બળદેવ ગામોટ વિગેરે હાજર રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા મહેશભા ગઢવી, અરજણ પટેલ, ભાવિક સોની, ભાવિન કોટક, હર્ષ મોરબિયા તેમજ કાર્યકરો સહયોગી બન્યા હતા. સંચાલન ભાવિન બી. ઠક્કરે કર્યું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer