સમાજની એકતાથી રાષ્ટ્ર-ધર્મ મજબૂત બને

સમાજની એકતાથી રાષ્ટ્ર-ધર્મ મજબૂત બને
અંજાર, તા. 23 : આગામી તા. 24-10ના જગત મંદિર દ્વારકા ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઇ હુંબલ (આહીર) દ્વારા યોજાશે. તે પ્રસંગે ઉપસ્થિત રહેવા સમગ્ર આહીર સમાજને આમંત્રણ આપવા તેઓ પહેલીવાર કચ્છ આવ્યા હોઇ આહીર બોર્ડિંગ ખાતે કચ્છ આહીર મંડળ દ્વારા તેમનો સ્વાગત સમારોહ યોજાયો હતો. પ્રારંભે દીપ પ્રાગટય બાદ સ્વાગત પ્રવચન બાબુભાઇ ડાંગરે કરી સૌને આવકાર્યા હતા. ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરાયું હતું. પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઇ હુંબલનું મંડળના પ્રમુખ ત્રિકમભાઇ આહીર અને બાબુભાઇ ડાંગર, હરિભાઇ નકુમનું રમેશભાઇ સોરઠિયા, મૂળજીભાઇ મ્યાત્રા, આહીર અગ્રણી જીતુભાઇ કાછડનું વાઘજીભાઇ આહીર, કિરણભાઇ બોરીચા, ડાયાભાઇ ગુંદરાસિયાનું ઘેલાભાઇ વરચંદ, ગોપાલભાઇ માતા, વાસણભાઇ આહીરનું ભાવિકભાઇ સોરઠિયા અને સુનીલભાઇ આહીરે સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે શ્રી રઘુભાઇનું પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે અને બાબુભાઇ હુંબલે વિશિષ્ઠ સન્માન તેમજ મછોયા આહીર સમાજના પ્રમુખ તેજાભાઇ રમાભાઇ કાનગડ, ગોવર્ધન છાત્રાલય સમિતિ વતી વાસણભાઇ વીસાભાઇ આહીર, આહીર એકતા મંચ તરફથી પપુભાઇ આહીરે અને દેવજીભાઇ આહીરે સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં ત્રિકમભાઇ માસ્તર, બાબુભાઇ હુંબલ, જીતુભાઇ કાછડએ પ્રસંગોચિત્ત ઉદ્બોધન કર્યું હતું. મુખ્ય મહેમાન પદેથી શ્રી રઘુભાઇએ સમાજનો આભાર માનતા આહીર સમાજની એકતા બદલ ધન્યવાદ આપતાં સમાજની એકતાથી રાષ્ટ્ર અને ધર્મ મજબૂત બનતા હોવાનું જણાવ્યું હતું. પૂર્વ રાજ્યમંત્રી અને ધારાસભ્ય વાસણભાઇ આહીરે જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સમાજે રાજકીય અને સામાજિક ક્ષેત્રે જે પ્રગતિ કરી છે તે નોંધપાત્ર છે. કચ્છ આહીર મંડળના પ્રમુખ ત્રિકમભાઇ આહીરે શ્રી હુંબલ ધાર્મિક પ્રસંગે રૂબરૂ આમંત્રણ આપવા આવ્યા તે બદલ આભાર માનતા સામાજિક એકતા પર ભાર મૂકયો હતો. આ અવસરે જીવાભાઇ શેઠ, અરજણભાઇ કાનગડ, શંભુભાઇ માદેવા, વલમજીભાઇ હુંબલ, ત્રિકમભાઇ માસ્તર, નારાણભાઇ મહાદેવા, વસ્તાભાઇ નારાણ આહીર, ધનજીભાઇ હુંબલ, ભીખાભાઇ નથુ, માદેવા આગરિયા, મુંદરા તાલુકામાંથી ડાયાભાઇ આહીર, જયેશભાઇ જખુભાઇ આહીર, ચેતનભાઇ ચાવડા, ભચાઉ તાલુકામાંથી ગોપાલભાઇ આહીર, દેવરાજભાઇ આહીર, રૂપેશભાઇ આહીર, નવી ઝરૂમાંથી જયશ્રીબેન આહીર, રમેશભાઇ આહીર, મહેન્દ્રભાઇ આહીર, વિનોદભાઇ આહીર, પાર્થભાઇ આહીર, નિખિલભાઇ આહીર, અરજણભાઇ આહીર, વિ. બહોળી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. સંચાલન ગોપાલભાઇ માતાએ અને આભારવિધિ કિરણભાઇ બોરીચાએ કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer