પ્રકૃતિનું જતન કરવું દરેકના ફરજ - ધર્મ

પ્રકૃતિનું જતન કરવું દરેકના ફરજ - ધર્મ
કાઠડા (તા. માંડવી) તા. 23 : વડાપ્રધાનના જન્મોત્સવ નિમિત્તે સેવા?-?સમર્પણના કાર્યક્રમ અંતર્ગત માંડવી તાલુકાના શિરવા ગામે અંદાજિત દોઢ કરોડના વિકાસકામોનો ભૂમિપૂજન તથા લોકાર્પણ કાર્યક્રમ શિરવા પ્રાથમિક શાળા મધ્યે યોજાયો હતો.માંડવી-મુંદરાના ધારાસભ્ય વીરેન્દ્રસિંહજી જાડેજા તથા અન્ય રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં કરાયા હતા. મંચસ્થ જિલ્લા પંચાયતના સદસ્ય ગંગાબેન સેંઘાણી સભાને સંબોધતા જણાવ્યું કે પ્રકૃતિનું જતન કરવું દરેકની ફરજ અને ધર્મ છે. જેથી વધુમાં વધુ વૃક્ષ ઉછેરવા જોઈએ. માંડવી તા.પં.ના ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, નાનામાં નાના વ્યક્તિને વિકાસનો લાભ મળે તેવો સંકલ્પ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે.જિ.પં. ન્યાય સમિતિના ચેરમેન કેશવજીભાઈ રોશિયા કાર્યક્રમ અનુરુપ સંબોધન કર્યું હતું. જ્યારે અન્ય અગ્રણી એ.પી.એમ.સી. માંડવીના ચેરમેન પ્રવીણભાઈ વેલાણી, જિલ્લા પંચાયતના સદસ્યો જવેરબેન ચાવડા, રમીલાબેન ભાનુશાલી, મા.તા.પ. શાસકપક્ષના અને તા.પં. સદસ્ય દેવાંગભાઈ ગઢવી, સરપંચ સંઠનના પ્રમુખ વરજાંગભાઈ ગઢવી, મા.તા.કા. ચેરમેન હરેશ રંગાણી, મહામંત્રી મહેન્દ્રભાઈ રામાણી, સરપંચો કાંતિ ભાનુશાલી (શિરવા), બલદેવસિંહ (મોડકુબા), વીરમ ગઢવી (નાના લાયજા), સામત ગઢવી (પાંચોટિયા), બળવંતસિંહ જાડેજા (મકડા), રતનશી બાપા (મેરાઉ), કુંવરજીભાઈ (ભારાપર) સહિત અગ્રણીઓ મંચસ્થ રહ્યા હતા.પ્રારંભે સ્વાગત બાદ શિરવા પ્રા. શાળાના આંગણમાં વૃક્ષારોપણ તથા ગામની ઉતરાદી બાજુ બનાવેલ બંધારો, મફતનગર વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ અને નાના લાયજા ગામે વાડીવિસ્તારમાં બનાવેલ રસ્તાનું લોકાર્પણ કરાયું હતું. જ્યારે શિરવા પ્રા. શાળામાં પ્રાર્થના હોલ સહિત દોઢ કરોડ જેટલી રકમનું ભૂમિપૂજન અને લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરાયું હતું.આરોગ્યક્ષેત્રે પાંચ દાયકાથી વધુ સમયથી સેવા આપતાં ડો. લક્ષ્મીદાસ ભાનુશાલી, શાળાના શિક્ષક ખેતશી ગઢવીના વિશિષ્ટ સન્માન કરાયું હતું. જેમાં અગ્રણી શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક (માંડવી)ના ટ્રસ્ટી મંગલભાઈ ભાનુશાલી, કાઠડા ગ્રા.પં વિરમભાઈ ગઢવી, નારાણભાઈ ગઢવી (રાયણ), હરેશ ભાનુશાલી શિરવા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ ગઢવી, તલાટી રાઘવદાનભાઈ ગઢવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. શાબ્દીક સ્વાગત લક્ષ્મીશંકર જોષી અને આભારવિધિ કાંતિ ભાનુશાલીએ સંભાળ્યા હતા. સંચાલન દેવાંગભાઈ સાખરાએ કર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer