ભુજ જૈન ભુવન ખાતે સંથારો સીઝયો

ભુજ જૈન ભુવન ખાતે સંથારો સીઝયો
ભુજ, તા. 23 : અહીંના છ કોટિ જૈન સંઘ (જૈન ભુવન)માં ચાતુમાસ ગાળતા લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય ભાવચન્દ્રજી સ્વામીના આજ્ઞાનુવર્તિની અંજનાકુમારીજીની નિશ્રામાં ખેડોઇવાળા પરિવારના માતા હીરાબેન શશિકાંત મહેતાએ (ઉ.વ. 87) જૈનોનું આજીવન અનશન (સંથારાવ્રત) મહાસતીજી યોગિનીજી, સોહિનીજી, નંદીની મહાસતીના મુખેથી જૈન ભુવન સંચાલન સમિતિના સભ્ય જગદીશભાઇ મહેતા તથા કનુભાઇની હાજરીમાં છઠ્ઠા ઉપવાસે લીધા હતા.ગુરુવારે સવારે 14 ઉપવાસ પૂર્ણ કરી વ્રતધારી હીરાબેન શાતાપૂર્વક સમાધિભાવે કાળ ધર્મને પામ્યા હતા. જય જય નંદા-જય જય ભદ્રાના જયઘોષ સાથે પાલખીયાત્રા નીકળી હતી તથા ધાર્મિકવિધિ મુજબ તેમના ચાર  પુત્રો કનુભાઇ, ગિરીશભાઇ, નરેશભાઇ, નીતિનભાઇ દ્વારા અંતિમવિધિ કરવામાં આવી હતી. પાલખીયાત્રામાં જૈન સાત સંઘના પ્રમુખ સ્મિત ઝવેરી, છ કોટિ જૈન સંઘના પ્રમુખ ધીરજભાઇ દોશી, આઠ કોટિ મોટી પક્ષ પ્રમુખ વિનોદ મહેતા, નાની પક્ષના પ્રમુખ નીતિન શાહ, તેરા પંથના જિતેન્દ્ર મહેતા, આરાધના ભુવનના મંત્રી ધીરજ મહેતા, અચલગચ્છના અગ્રણી પી.સી. શાહ, કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિના પ્રમુખ દિલીપ શાહ, વાગડ બે ચોવીસીના પ્રમુખ ભદ્રેશ દોશી, વર્ધમાનનગરના પ્રમુખ રાહુલ મહેતા વિગેરે અગ્રણીઓ જોડાયા હતા. પાલખીયાત્રાની વ્યવસ્થા જૈન ભુવન સંચાલન સમિતિના જિજ્ઞેશ શાહ, પ્રફુલ્લ દોશી, શીતલ શાહ, નરેશ મહેતા, પરેશ શાહ, અરવિંદ મહેતા, બિહારી મહેતા, નીતિન મહેતા સહિત જૈન સમાજના કાર્યકરોએ કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer