કોરોના નાબૂદ થાય એ માટે ઉગ્ર તપસ્યા

કોરોના નાબૂદ થાય એ માટે ઉગ્ર તપસ્યા
મુંદરા, તા. 23 : તપગચ્છ જૈનસંઘ ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય ખાતે ચાતુર્માસ ગાળતા સાધ્વીજી સિદ્ધિદર્શનાજી મ.સા.ની વર્ધમાન તપની 91મી આયંબિલની ઓળી તથા તપગચ્છ જૈનસંઘના પ્રમુખ જીવદયાપ્રેમી વિનોદભાઇ ફોફડિયાના 62 ઉપવાસ તથા સિદ્ધિતપ, ધર્મચક્ર તપ, 18 ઉપવાસ, 68 એકાસણા-બયાસણા, અઠ્ઠાઇ એમ વિવિધ તાપોના પારણા પ્રસંગે ત્રિદિવસીય જિનભક્તિ મહોત્સવ ઊજવાયો હતો.લાભાર્થી પરિવાર મહેતા ગુલાબબેન નાગજી ખેતશી પરિવાર (લોડાઇ) રહ્યા હતા. પ્રભુજીની રથયાત્રા, તપસ્વીઓનો વરઘોડો નીકળ્યો હતો. બપોરના પાંચેય ગચ્છનું નવકારશી, સાંજે સ્વામી વાત્સલ્ય, રાત્રે સંસાર યાત્રાનું છેલ્લું સ્ટેશન મહાસતી ચંદનબાળાનું નાટક રજૂ થયું હતું. આ દિવસના લાભાર્થી કંચનબેન વાડીલાલ હીરાચંદ ફોફડિયાએ લાભ લીધો હતો. તપસ્વી વિનોદભાઇ ફોફડિયાનું સન્માન વાગડ સાત ચોવીસી જૈન સમાજના પ્રમુખ ધીરુભાઇ પૂજ તથા પૂર્વ નાણામંત્રી બાબુભાઇ મેઘજી શાહે કર્યું હતું. લાભ અદાણી પરિવાર, બપોરે સ્વામી વાત્સલ્ય ડાહીબેન પોમશી કોરડિયા પરિવારે લીધો હતો. વરઘોડામાં સમસ્ત જૈન સમાજના પ્રમુખ ભૂપેન્દ્ર એચ. મહેતા, અદાણીના રક્ષિતભાઇ શાહ, સુધરાઇના પ્રમુખ કિશોરસિંહ પરમાર, ભાજપ શહેર પ્રમુખ પ્રણવભાઇ જોષી, પંકજ શાહ, પપ્પુ મહેતા, સુરેશ મહેતા, પપ્પુ વોરા, કપિલ કેસરિયા, દિલીપ ગોર, શાંતિલાલ મહેતા, જીતુ મહેતા, અરવિંદ મહેતા, હરેશ મહેતા, સંપત મહેતા, દીપક શાહ, વિપુલ કોરડિયા, કાંતિલાલ મહેતા, મહેન્દ્ર મહેતા, નરેન્દ્ર મહેતા, સતીશ?મહેતા, પ્રદીપભાઇ ગાંધી સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંગીતકાર સુશીલભાઇ અને દીપકભાઇ કોઠારી રહ્યા હતા. ઉગ્ર તપસ્યાના કારણે ઉત્સવ જોવા મળ્યો હતો. તપસ્વીએ જણાવ્યું હતું કે, ઉગ્ર તપસ્યાનો હેતુ એ છે કે, સમગ્ર વિશ્વમાંથી કોરોના નાબૂદ થાય તથા જગતના સર્વે જીવો સુખી થાય અને ત્રીજી લહેર ન આવે. બિપિન મહેતા, પારસ ફોફડિયા, રિતેશ પરીખ, ભારત મહેતા, પુનિત મહેતા, કિરીટ મહેતા, મિલન મહેતા સહયોગી રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer