આઈપીએલમાં આજે ગુરૂ અને શિષ્યની ટક્કર

શારજાહ, તા.23: સિતારા ખેલાડીઓથી સજ્જ રોયલ ચેલેર્ન્સ બેંગ્લોરની ટીમે તેની છેલ્લી મેચમાં મળેલી કારમી હારને ભૂલીને શુક્રવારે એમએસ ધોનીના આગેવાની હેઠળની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ વિજયક્રમ પર વાપસી કરવાની કોશિશ કરશે. જો કે વિરાટ કોહલીની ટીમ સામે આ પડકાર કઠિન છે, કારણ કે સીએસકેએ બીજા તબકકાની તેની પહેલી મેચમાં વર્તમાન વિજેતા મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ શાનદાર જીત મેળવી હતી. આથી ધોનીની ટીમનું મનોબળ ઉંચુ છે જ્યારે કોહલીની કપ્તાની છોડવાની જાહેરાત બાદથી બેંગ્લોરની ટીમ દબાણમાં જોવા મળી રહી છે. આ મુકાબલાને ગુરુ અને શિષ્ય વચ્ચેની ટકકરના રૂપમાં માનવામાં આવી રહ્યો છે. આઇપીએલમાં આ બન્ને ટીમ જયારે પણ આમને-સામને હોય છે ત્યારે રોમાંચ પરાકાષ્ઠાના ચરમ પર પહોંચી જાય છે.આરસીબીએ પોઇન્ટ ટેબલ પર ટોચની ચાર ટીમમાં બની રહેવું હશે તો તેના બેટ્સમેનોએ સારો દેખાવ કરવો પડશે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer