બેલામાં બે મંદિરમાં, નીલપરમાં ઘર ઉપર કૃષ્ણભગિની ત્રાટકી

રાપર, તા. 23 : વાગડ પંથકમાં ગત મધરાત્રિના થયેલી સચરાચર મેઘમહેર દરમ્યાન ત્રણ સ્થળે વીજળી ત્રાટકી હતી. બેલામાં બે મંદિરમાં, જ્યારે નીલપરમાં એક ઘરમાં વીજળી ત્રાટકી હતી. બેલાના વાઘેશ્વરી માતાજીનાં મંદિર ઉપર અને ભોજવાડુ મંદિરનાં શિખર ઉપર વીજળી પડી હતી, જેનાં કારણે  બન્ને મંદિરમાં નુકસાન થયું હતું. ભોજવાડુ મંદિરનાં શિખરને વધુ માત્રામાં નુકસાની થઈ હતી. તો નીલપરમાં પરબતભાઈનાં ઘરની દીવાલ ઉપર વીજળી પડી હતી. તેમના  અને આસપાસના  રહેવાસીઓનાં વીજઉપકરણને નુકસાન થયું હતું. વીજળીના કડકા ભડાકાથી ગભરાટનો માહોલ ફેલાયો હતો.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer