મધ્યમ સિંચાઈનો કારાઘોઘા ડેમ ઓગનતાં એલર્ટ અપાયું

ભુજ, તા. ર3 : મુંદરા તાલુકાનો મધ્યમ સિંચાઈનો કારાઘોઘા ડેમ છલકાઈ ગયો હોવાથી હવે ગમે ત્યારે એના પાણી મુશ્કેલી સર્જી શકે છે તેથી હેઠવાસનાં 4 ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે. સિંચાઈ વિભાગે એક યાદી જાહેર કરીને મુંદરા તાલુકાનાં કારાઘોઘા જળાશય હેઠળનાં બરાયા, સમાઘોઘા, નાના કપાયા અને ધ્રબ આ ચારેય ગામને સતર્ક રહેવા વહીવટીતંત્રને જાણ કરી છે. આ ડેમની ક્ષમતા 37 મીટરની છે, હાલ ધોધમાર વરસાદને પગલે ડેમ છલકાઈ જતાં અને જો વધુ વરસાદ થતાં ડેમના દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ ઉભી થવાનો ભય હોવાથી હેઠવાસના ગામડાઓને સાવધ રહેવા અપીલ કરાઈ છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer