બગડામાં આકાશી વીજળી પડતાં પશુપાલક યુવાનનું મોત

મુંદરા, તા. 23 : તાલુકાનાં બગડા ગામની સીમમાં આજે બકરી ચરાવવા ગયેલા યુવાનનું આકાશી વીજળી પડતાં મોત થયું હતું. મુંદરા તાલુકામાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડયો હતો, જેમાં બગડા ગ્રામ પંચાયતના સદસ્ય અને પશુપાલક એવા બુદ્ધા ખેંગાર મહેશ્વરી (ઉ.વ. 45) બકરાં ચરાવવા સીમમાં ગયા હતા, ત્યાં કડાકા સાથે આકાશી વીજળી પડતાં તેનું મૃત્યુ થયું હતું. સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કર્યા બાદ બગડા ગામ મધ્યે સ્મશાનયાત્રા માટે લઇ ગયા હતા. થોડાક દિવસ પહેલાં ખેંગાર સાગર ડેમ પાસે પણ એક વ્યક્તિનું વીજળી પડવાને કારણે મરણ થયું હતું તેવું માંડણભાઇ રબારી તથા રવાભાઇ આહીરે જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer