ત્રણ પોલીસ મથકનો વોન્ટેડ ઇસમ માધાપરમાંથી ઝડપાયો

ભુજ, તા. 23 : આ શહેરના બી. ડિવિઝન પોલીસ મથક ઉપરાંત પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાના ભચાઉ અને દુધઇ પોલીસ મથકના ગુનાઓમાં નાસતા ફરતા આરોપી મૂળ નાના દિનારા (ભુજ)ના અને હાલે માધાપર (ભુજ) ગામે સોનાપુરીની પાછળ સમાવાસમાં રહેતા આમદ ઉર્ફે ભાભો સીધીક સમાને પોલીસે ઝડપી પાડયો હતો.પોલીસથી નાસતોફરતો આ ઇસમ તેનાં ઘરે માધાપર ખાતે હોવાની બાતમી મળ્યા બાદ પોલીસદળની સ્થાનિક ગુનાશોધક શાખાની ટુકડીએ ત્યાં ધસી જઇને તેને પકડી પાડયો હતો. ટોળકી બનાવીને ચોરીઓ કરવા સંબંધે ભુજ બી. ડિવિઝનમાં નોંધાયેલા ગુના ઉપરાંત ભચાઉ અને દુધઇમાં ચોરીના ગુનામાં આમદ ઉર્ફે ભાભો વોન્ટેડ હતો. આ ત્રણેય પોલીસ મથક વારાફરતી આ આરોપીનો કબ્જો લેશે તેમ પોલીસે જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer